Feb 21, 2023

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ :

  21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ :

બાળકને માતા તરફથી મળેલી ભાષા એટલે માતૃભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા

બાળક જે ભાષામાં હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન બાળકે જે ભાષામાં કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.

 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ વિશે વિચાર કણિકાઓ :

"માતૃભાષા ત્વચા છે જ્યારે અન્ય ભાષા વસ્ત્ર છે" 

"માતૃભાષાને જીવાડશો તો માતૃભાષા તમને જિવાડશે"

"માં, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી."

         મા સાથે દરેકનો લોહીનો સંબંધ છે, માતૃભાષા સાથે ભાવનાત્મક સંબંધ છે જ્યારે માતૃભૂમિ સાથે આત્મિક સંબંધ છે. 


"હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું." - અબ્દુલ કલામ

"માતૃભાષા ગુજરાતીની મીઠાશ તો જુઓ, જતાં લોકોને Bye નહીં આવજો કહીએ છીએ"

"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાંં ત્યાં સદા કાળ ગુજરાત" ‌- અરદેશર ખબરદાર

ભાષા જાય તો સંસ્કૃતિ જાય" -ફાધર વાલેસ

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા અમને ગુજરાતી. - ઉમાશંકર જોશી

"મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ, મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે" - કવિ નર્મદ

 "બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે." - ગાંધીજી

 "સંસ્કાર અને સંસ્કૃતિનું પતન માતૃભાષાના પતનથી જ થાય છે" - ગુણવંત શાહ