Mar 31, 2015

Std.6 to 8 Social science sem-2 material download karo only one pdf file

Std.6 to 8 Social science sem-2 material download karo only one pdf file

●●MEGA MATERIALS●●
��TODAYS PDF FILE..
STD-6,7,8-SOCIAL SCIENCE SEM-2 MATERIAL DOWNLOAD JUST ONE PDF FILE 
click

Mar 26, 2015

PRATHMIK SIXAKO NI BADLI ONLINE SYSTEM THI KARVA LATEST PARIPATRA

Mehulsuthar250@gmail.com

 PRATHMIK SIXAKO NI BADLI ONLINE SYSTEM THI KARVA LATEST PARIPATRA.
DATE  -17/3/2015.

Click here for pdf

Annual exam ni ayojan file in PDF

Mehulsuthar250@gmail.com


Thanks dipak panchal

Annual exam ni ayojan file in PDF

Click here

Mar 10, 2015

USEFUL MATERIALS FOR POLICE/PSI EXAMS

Mehulsuthar250@gmail.com

USEFUL MATERIALS FOR POLICE/PSI EXAMS
MANO VAIGYANIK BABAT NE LAGTA SAVAL JAVAB

click here

Kadi Sarva Vishwavidyalaya B.ED /M.ED Admission 2015-16

Mehulsuthar250@gmail.com

Kadi Sarva Vishwavidyalaya B.ED /M.ED Admission 2015-16


See--here

Mar 8, 2015

Mar 2, 2015

આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો

આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું.

Mehulsuthar250@gmail.com

સ્વાઈન ફ્લૂ એક એવી બીમારી જેણે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્તાયો છે. મોટાભાગના લોકો સ્વાઈન ફ્લૂ શું છે, કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે એ જ નથી જાણતા. આ એક પ્રકારનો ઘાતક વાયરસ છે જે ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે.

આ એક પ્રકારનો સંક્રામક રોગ છે. આ રોદ એન્ફ્લૂએન્ઝા એ વાયરસને કારણે થાય છે. આ પ્રકારનો વાયરસ મોટાભાગે ભુંડમાં જોવા મળતો હોય છે જેથી આને સ્વાઈન ફ્લૂ કહેવાય છે. આજે અમે તમને સ્વાઈન ફ્લૂ સંબંધી તમામ જાણકારી અને તેનાથી બચવાના સટીક ઉપાયો પણ બચાવીશું. જો તમે પોતાને અને તમારા ઘરને આ રોગથી બચાવીને રાખવા માગતા હોવ અજમાવો અહીં જણાવેલા ઉપાય.

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે ?

એચવનએનવન (H1N1) એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.

માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ)માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.

એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.

– ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની
– વારંવાર ઉલટી થવી
– ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી
– મૂંઝવણ અને વારંવાર રડવું
– તાવ અને શરદીનો ભોગ બનવું
– પૂરતું પ્રવાહી ન પીવું

વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો

– શ્વાસ લેવામાં પરેશાની
– પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ
– ગભરાહટ
– વારંવાર ઉલટી થવી
– અચાનક ચક્કર આવવા

તમે એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો ?

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સિઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.

આ બીમારીથી કઈ રીતે બચી શકાય?

અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દરદીઓએ અનુસરણ કરવું જોઈએ.

– જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.

– શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.

– બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.

-બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો

– જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલે જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.

શું અંતર છે સામાન્ય શરદી-ઉધરસ અને ફ્લૂમાં?

સામાન્ય શરદી-ઉધરસ સિવાય ફ્લૂમાં તાવ, હાથ-પગ અને કમરમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો, થકાવટ વગેરે જેવા લક્ષણો એકદમ વધારે સ્થિતિમાં એકસાથે દેખાય છે.

કેવી રીતે અંતર જાણશો?

સ્વાઈન ફ્લૂને સાધારણ ફ્લૂના લક્ષણોને ધ્યાનમાં રાખીને અંતર જાણવું શક્ય નથી. પરંતુ કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવવાથી જેને સ્વાઈન ફ્લૂ હોય, તો તેની શંકા વધી જાય છે.

શું ભુંડના (સ્વાઈન)ના સંપર્કમાં આવવાથી થઈ શકે છે?

ફ્લૂ વાયરસના સંક્રમણની શરૂઆતના તબક્કામાં આ ભ્રમ થાય છે કે, શું આ તે જ ફ્લૂ છે જે ભુંડમાં હોય છે. પરંતુ આ નવો વાયરસ છે. જેથી કરીને ભુંડના સંપર્કમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી આ ફેલાતો નથી.

સ્વાઈન ફ્લૂ કેવી રીતે ફેલાય છે?

– સંક્રમિત વ્યક્તિ દ્વાર ઉધરસ કે છીંક ખાવાથી.

– તે વસ્તુઓને અડવાથી જેને સંક્રમિત વ્યક્તિ અડી હોય. સંક્રમિત વ્યક્તિ પોતાની અંદર આના લક્ષણો દેખાયાના એક દિવસ પહેલાં અને સાત દિવસ સુધી આને ફેલાવી શકે છે.

કેવી રીતે રક્ષણ કરશો?

– શક્ય હોય ત્યાર સુધી હાથ સાબુથી જ ધુઓ.

– જો સાબુ ન હોય તો આલ્કોહોલ આધારિત ક્લિનર વડે હાથને ધુઓ.

– સંક્રમિત વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જેનામાં સ્વાઈન ફ્લૂની શંકા હોય, તેનાથી ઓછામાં ઓછી છ ફૂટની તો દૂરી રાખો.

– જો તમને પોતાની અંદર પણ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દેખાતા હોય તો ઘરમાં રહો.

– જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું પડે તેવું હોય તો ફેસ માસ્ક અથવા રેસ્પિરેટર પહેરો.

– સ્તનપાન કરાવનારી માતા પોતે સંક્રમિત હોય તો બાળકને દૂધ ન પીવડાવવું.

– ઉધરસ અને છીંક આવે તો ટીસ્યુ પેપરનો ઉપયોગ કરો અને તેને તુરંત જ ડસ્ટબીનમાં ફેંકો.

– ભીડવાળી જગ્યાએ ન જશો.

– વધારે માત્રામાં પાણી પીવો.

– ભરપૂર ઉંઘ લો, આનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

શું ફેસ માસ્ક કે રેસ્પિરેટરથી બચાવ શક્ય છે?

આના ઉપયોગથી અમુક હદ સુધી બચાવ શક્ય છે. રેસ્પિરેટર માસ્ક વધારે પ્રભાવશાળી છે. સાથે સાથે તે વધારે પ્રભાવશાળી રીતે દૂર પણ રાખે છે.

શું તાજેતરના વેક્સિંગ વડે બચાવ શક્ય છે?

ના. સાધારણ ફ્લૂ વેક્સિંગથી સ્વાઈન ફ્લૂનો બચાવ શક્ય નથી.

આને માટે કોઈ દવા છે?

હા. આસિલટેમાવિર (ટેમીફ્લૂ) નામની દવા જો લક્ષણ શરૂ થાય તેના 48 કલાકની અંદર જ શરૂ કરી દેવામાં આવે તો મદદગાર સાબિત થઈ શકે છે.

સ્વાઈન ફ્લૂથી બચવાના ઘરેલુ ઉપાય:

થાયમોલ, મેથોલ, કૈફર(કપૂર) ને બરાબર માત્રામાં ભેળવીને તૈયાર ‘યુ વાયરલ’ ના મિશ્રણના ટીંપાને જો રૂમાલ કે ટીસ્યુ પેપર પર નાંખીને લોકો સુંઘે તો ભીડમાં માસ્ક પહેરીને જવાની કોઈ જરૂરત નથી પડતી.

100 મિલી પાણીમાં ત્રણ ગ્રામ લીમડો, ગિયોલ, ચિરૈતાની સાથે અડધો ગ્રામ કાળા મરી એક ગ્રામ સુંઠનો ઉકાળો બનાવીને પીવાથી પણ ખુબ જ લાભદાયક રહે છે. આ વસ્તુઓને પાણીની સાથે ત્યાર સુધી ઉકાળવાની, જ્યાર સુધી તે 60 મિલી ગ્રામ જેટલી ન રહી જાય. આને એક અઠવાડિયા સુધી રોજ સવારે ખાલી પેટે પીવાથી શરીરની અંદર સ્વાઈન ફ્લૂની સામે લડવા માટેની જરૂરી પરિરક્ષણ ક્ષમતા ઉત્પન્ન થઈ જાય છે.

ત્રિફળા, ત્રિકાટુ, મધુયાસ્તી અને અમૃતાને સમાન માત્રામાં લઈને તેને એક ચમચી જેટલું લેવાથી પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. આનાથી તાવ પણ ઓછો થઈ જાય છે. આ દવાને ખાધા પછી બે વખત લેવાથી ફાયદો થાય છે.

How to video download from you tube

How to video download from you tube
See
યુ ટ્યુબનાં વિડીયો ડાઉનલોડ કરવાની સાત રીતો.
DOWNLOAD

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...