Showing posts with label આયુર્વેદ. Show all posts
Showing posts with label આયુર્વેદ. Show all posts

Sep 4, 2021

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો*

 વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે.  આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ.


 *ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો* 


(૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી.


(૨) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ  દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ. 

(૩) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બેએલચી વાટીને ઉમેરી દેવી.  


(જો ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ)

(૪) ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.


(૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ.

(ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ - પરસેવો પડે)


આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता. અને

 ' યમની દાઢ ' પણ કહી. આપણામાં એક આશિર્વાદ પ્રચલીત હતો.

शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામા આવતી. અસ્તુ.

આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે સૌને ખાસ  SAHRE કરજો 

અને તીખુ તળેલુ ખાવાનુ બંધ કરજો


सर्वे भवन्तु सुखिनः - सर्वे सन्तु निरामयाः  આ માહિતી આપણા દરેક ગુજરાતી પરિવાર સુધી પહોંચાડી  સમાજને બીમારીથી બચાવવામાં તમે તમારી ફરજ નિભાવો..  એ જ પ્રાર્થના...

દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક છે.

 #દાતણ


મહર્ષિ વાગભટ્ટ ના મત અનુસાર 9 થી 10પ્રકાર ના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે.

કરંજ, લીમડો , વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવેળ, અશોક(આસોપાલવ), ગુલર, આમળા, હરડે

આ ઉપર જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ સદુપયોગ છે

📌 આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ્યા ઘટે છે , વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.

📌 લીમડા નું દાતણ હોળી પછી કરવું જોઈએ , આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ , આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે. 

📌 લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું

📌 વડ નું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

📌 ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢા ના ચાંદા ઓ થી છુટકારો આપવે છે , 

📌 બાવળ નું દાતણ(દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

📌 આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુ માં કરાય , તેનું દાતણ નિરાપદ છે.

📌 ગુલર , ખીજડો ખેર આ પણ નિરાપદ દાતણ છે.આ સિવાય કણજી નું દાતણ  મોઢા માં બનતું ખરાવ એસિડ પણ રોકે છે અને જેને દોડવા માં હાફ ચડતો હોઈ એમને આમળા ના વૃક્ષ નું દાતણ કરવું જોઈએ.

📌 કરંજ નુ દાતણ માત્ર કરવાથી મુખ ની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે  દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આ દાતણ થી

યાદ રાખો

✏️ આ તમામ પ્રકાર ના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિ નું દાતણ લેવું.

✏️ આ દાતણ 8 આંગલ લાબું ને એક આંગલ જડુ લેવું અને રસદાર હોઈ એ લેવું.

✏️ ચાવી ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું.

✏️ દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું .

આ દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક છે.

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...