*ઇંધણ સાથે 640 ટન વજન ધરાવતા બાહુબલી રોકેટ " જીએસએલવી માર્ક 3 " થી 14 જુલાઇ ના રોજ બપોરે 2:35 કલાકે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ચંદ્રયાન 3 નું લોન્ચિંગ*... 🌒 🌙.... 🌏.....🚀
👉... લોન્ચિંગ ની 16 મિનિટ પછી પૃથ્વી સપાટી થી 179 કિલોમીટર ના અંતરે લોન્ચ વ્હીકલથી અલગ પડશે ચંદ્રયાન 3
👉... ચંદ્રયાન ૩ નું બજેટ માત્ર 615 કરોડ રૂપિયા છે જે વર્તમાન માં બનેલ ફિલ્મ આદીપુરૂષ કરતા પણ ઓછું છે.....ચંદ્રયાન 3 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર *પી .વીર. મુથુવેલ (તમિલનાડુ, વિલ્લૂપુરમ)* જ્યારે મિશન ડાયરેક્ટર મહિલા વૈજ્ઞાનિક *રિતુ કરિધાલ( લખનૌ, ઉત્તરપ્રદેશ)* છે....
👉....ચંદ્રયાન ને ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક *રિતુ કરિધાલ* ને સોંપવામાં આવી છે
👉...ચંદ્રયાન પૃથ્વી ની પછી લંબચોરસ કક્ષા માં ચંદ્ર ના પાંચ ચક્કર લગાવશે
👉...3.84 લાખ કિલોમીટર નું અંતર કાપી 40 દિવસ બાદ 24/25 ઓગસ્ટ ના રોજ ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન નું ઉતરાણ થશે
👉....ચંદ્ર ની ધરતી પર યાન નું સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મળશે તો ભારત ..અમેરિકા,રશિયા અને ચીન પછી ચોથો દેશ બનશે ...અને *દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બનશે*
👉....ચંદ્ર્યાન 2 ની સરખામણી માં ચંદ્રયાન 3 માં કોઈ ઓર્બિટર નથી પરંતુ એક પ્રોપલ્શન મોડેલ હશે જે લેન્ડર અને રોવર થી અલગ થયા પછી પણ ચંદ્ર ની આસપાસ ફરશે અને ચંદ્ર પર ના ડેટા મોકલશે....
👉 ... પ્રોપલ્શન મોડેલ નું વજન 2148 કિલોગ્રામ છે જ્યારે લેન્ડર અને રોવર નું વજન 1752 કિલોગ્રામ છે
👉....ચંદ્રયાન 3 માં આ વખતે લેન્ડર ના ચાર ખૂણા પર ચાર એન્જિન હસે ...મધ્ય ભાગ નું પાંચમું એન્જિન છેલ્લા સમયે હટાવી લેવામાં આવ્યું ...
👉....ફાઈનલ લેન્ડિંગ બે જ એન્જિન થી કરવામાં આવશે જેથી બાકી ના 2 એન્જિન ઇમરજન્સી માં કામ કરી શકે ...
👉.....ચંદ્રયાન-3ના લૅન્ડર તથા રોવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.
👉.... ચંદ્રયાન ૩ માં સરળતાથી લેન્ડિંગ થઈ શકે તે માટે અમદાવાદ ઈસરો કેન્દ્ર ખાતે નિર્માણ પામેલ સેટેલાઇટ ના પેલોડ, આ ઉપરાંત કેમેરા સિસ્ટમ , પ્રોસેસિંગ સિસ્ટમ ,રોવર નું ઈમેજ મેકર જેવી અલગ અલગ 11 વસ્તુઓ નો ઉપયોગ થયેલ છે...
👉....અત્યાર સુધી માં 12 માણસો ચંદ્ર પર ગયા છે જ્યારે 1972 પછી છેલ્લા 51 વર્ષો માં ચંદ્ર ની સપાટી પર કોઈ માનવી નું ઉતરાણ થયું નથી ....