Apr 27, 2015

વર્તમાન પ્રવાહ સામાન્ય જ્ઞાન. તા. 27/4/15


વર્તમાન પ્રવાહ સામાન્ય જ્ઞાન. તા. 27/4/15
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
1) તા. 25/4/15 શનિવાર નાં રોજ નેપાળની રાજધાની કાઠમંડુથી 80 કિ.મી. દુર પોખરાનાં લામજુંગમાં રાત્રીના 7.9 ની તિવ્રતા નો ભૂકંપ થયો, મોટેભાગે નેપાળની ઐતિહાસિક ધરોહરને નુકશાન થયું. આશરે 2400 થી વધુનાં મોત થયાં.

2) અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશો પાસે "શેક એલર્ટ" નામની એલર્ટ ટેકનોલોજી છે, જેની મદદથી ભૂકંપ આવે તે પહેલાં જ જાણકારી મળી જાય છે.

3) નાસા દ્વારા એવી ટેકનોલોજી વિકસવવામાં આવી રહી છે, કે તેનાથી ભૂકંપ ની સેટેલાઇટ તસ્વીર પણ લઇ શકાશે, હાલ આ ટેકનિકથી વાવાઝોડાની તસ્વીર લઇ શકાય છે,

4) સૌપ્રથમવાર વાવાઝોડાની સેટેલાઇટ તસ્વીર 1960 માં લેવામાં આવી હતી. આજથી 55 વર્ષ પહેલા.

5) આગામી 1 મેં ના રોજ ભાજપ સરકાર નવી દિલ્હી ખાતે મહાસંપર્ક કાર્યક્રમ નું લોન્ચીંગ કરશે. ભાજપે મીસ્ડ કોલથી દેશભરમાં 10 કરોડથી વધુ સભ્યો નોંધ્યા છે.

6) કુંતીના છઠ્ઠા પુત્ર કર્ણને દુર્યોધને અંગદેશનું રાજ્ય આપેલ.

7) ગઇકાલે 26/4/15ના રોજ વર્લ્ડ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ડે ની ઉજવણી કરવામાં આવેલી.

8) ચીન પાકિસ્તાનને વધુ 50 જે.એફ.17 થન્ડર વિમાન આપશે, આ અગાઉ 2007 પછી ચીન પાસેથી પાકિસ્તાન 60 વિમાન મેળવી ચૂક્યુ છે.

9) જે. એફ. 17 વિમાન નુ નિર્માણ ચીનની એંગ્દુ એરક્રાફટ ઇન્ડસ્ટ્રીઝ અને પાકિસ્તાન એરીનોટિક્સ કોમ્પલેક્સ દ્વારા સયુંક્ત રીતે કરવામાં આવશે.

10) ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો નેપાળમાં આવેલા ભૂકંપમાં સૌથી પહેલાં મદદ માટે જનાર ભારત દેશ હતો.

11) ભારતે નેપાળને મદદ કરવા માટે "ઓપરેશન મૈત્રી" અભિયાન હાથ ધરેલ છે.

12) નેપાળમાં થયેલ ભૂકંપ વખતે માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પમાં આવેલા ગુગલ કંપની ના ઓફિસર ડેનિયલ ફ્રેડિન બર્ગ નું મોત થયું હતુ.

13) 24 એપ્રિલ 2015 ના રોજ ભારતના વડા પ્રધાને દેશના હેલ્થકેર પોર્ટલનું ઉદ્ધાટન કર્યુ

14) જ્યાં સૌથી વધુ મુસાફરોની હેરફેર થતી હોય તેવા 50 રેલ્વે સ્ટેશનના વેઇટિંગ રૂમ આધુનિક કરાશે, તેમાં ટી.વી., વાઇ-ફાઇ સુવિધાઓ હશે.1200 સ્ટેશન પર પાણીનું વેંચાણ કરતા વેન્ડીંગ મશીન લગાવવાનો પ્રોજેક્ટ રેલ્વે દ્વારા હાથ ધરાશે.

15) ઓસ્ટ્રેલિયાના વાણિજ્ય મંત્રી એન્ડ્રયુ રોબ છે, જ્યારે બાંગ્લાદેશ ના વાણિજ્ય મંત્રી ટોફિલ અહેમદ છે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...