CURRENT AFFAIRS DATE :- 14/4/2015.
૧) MAT (મેટ) કરવેરાનો એક પ્રકાર છે. તેનું પુરુનામ મીનીમમ ઓલ્ટરનેટિવ ટેક્ષ એવું થાય છે.
૨) ગુજરાતમાં નોકરી મેળવતા પહેલા PRET (પ્રીત) નામની પરીક્ષા આપવી પડશે. તેનું પૂરું નામ પ્રિ રિક્રુટમેન્ટ એલીજીબીલીટી ટેસ્ટ એવું થાય છે.
૩) ચાલુ વર્ષ ડીસેમ્બર ૨૦૧૫ સુધીમાં ગુજરાત સરકાર દ્વ્રારા નવી નોકરીની ૨૦,૪૦૦ જગ્યા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, જો કે વર્ષ ૨૦૧૪ ની ૧૧,૬૦૦ નવી નોકરી આપવાની કાર્યવાહી હજુ ચાલુ છે.
૪) આગામી વર્ષ ૨૦૧૬ માં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીઓ યોજાશે, તેમાં પ્રબળ દાવેદાર હિલેરી ક્લીન્ટન અને જ્યોર્જ ડબલ્યુ બુશના પુત્ર જેબ બુશને ગણવામાં આવે છે.
૫) ભારતમાં મલેરિયા, ઓસ્ટીઓપોરોસીસ, અને ડાયાબીટીસની નવી દવાઓ બનાવવામાં આવી છે, હાલ તેનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે.તેવું ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું.
૬) કોરિયા ખાતે ચાલી રહેલા શુટીંગ વર્લ્ડકપમાં ભારતીય શુટર જીતુ રોયે મેન્સ ૧૦ મીટર રાઈફલ શુટીંગમાં બ્રોન્જ મેડલ જીત્યો છે.
૭) નેશનલ રાઈફલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા સંસ્થાના જણાવ્યા પ્રમાણે જીતુ રાયને સતત સાતમો મેડલ મળેલ છે.
૮) એક ન્યુઝ ચેનલ આયોજિત કાર્યક્રમમાં શાહરુખ ખાનને ‘ગ્લોબલ આઇકોન ઓફ ધ યર’ નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
૯) આજે બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતી ઉજવાય રહી છે.
૧૦) ઈરાકના આંતકવાદી સંગઠને ૩૦૦૦ વર્ષ જુનું નીમરુદ શહેર તોડી પાડ્યું. તેની ઐતિહાસિક વિરાસત તોડી પાડી.
૧૧) જે ઉદ્યોગ કે સંસ્થા આવક વેરાના વિભાગમાં ટેક્સ સમયાંતરે ભરતી નથી તેને ટેક્સ ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવે છે.
૧૨) ભારતના સૌથી મોટા ટેક્સ ડીફોલ્ટરમાં જયપુરના ગોલ્ડ સુખ ટ્રેડ ઇન્ડિયા પ્રથમ ક્રમે આવે છે,
તેની પાસેથી આવક વેરાને ૭૫.૪૭ કરોડ વેરો બાકી છે.
૧૩) ગુજરાતના સૌથી મોટા ડીફોલ્ટરમાં બ્લુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નામની સંસ્થા આવે છે.
૧૪) કેન્દ્ર સરકાર (ટફ) સ્કીમ ફરીથી શરુ કરવાની વિચારણા કરે છે. તેની સમય મર્યાદા ૧૦ થી ૧૫ વર્ષ રાખશે.
૧૫) TUF નું પૂરું નામ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ થાય છે, તેના અંર્તગત ટેક્સટાઈલ નીતિની જાહેરાત થશે.