પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોના CCC ર્સિટફિકેટ ચકાસાશે.
સરકારી અને
ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોએ
સીસીસી પરીક્ષા પાસના સર્ટીના આધારે ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ બઢતીના લાભો
લીધા છે. આવા શિક્ષકોના સીસીસી પાસના પ્રમાણપત્રોની ચકાસણી કરવાના આદેશો
રાજ્યના શિક્ષણ વિભાગે કરતા શિક્ષણ આલમમાં હડકંપ મચી જવા પામ્યો છે. નકલી
સીસીસી પ્રમાણપત્રવાળા શિક્ષકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના
આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સીસીસી અને સીસીસી પ્લસ પાસ નહી કરનાર સરકારી કર્મચારીઓને બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણના લાભોથી વંચિત રાખવામાં આવે છે. સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા પાસ માટેના રાજ્ય સરકારના કડક નિયમોને પગલે નકલી પ્રમાણપત્રોનો રાફડો ફાટયો છે. જેમાં રાજ્યના અમુક જિલ્લાઓમાંથી નકલી સીસીસી અને સીસીસી પ્લસ સર્ટીના આધારે સરકારી લાભો લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

સીસીસી અને સીસીસી પ્લસના નકલી
પ્રમાણપત્રોના આધારે સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર
માધ્યમિક શાળાના શિક્ષકો અને આચાર્યોએ ઉચ્ચત્તર અને બઢતીના લાભો લીધા છે કે
નહી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ
જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને તાબાના
શિક્ષકોના સીસીસી પાસના પ્રમાણપત્રની ચકાસણી કરવાના આદેશો જારી કરવામાં
આવ્યા છે. ઉપરાંત સીસીસી સર્ટી નકલી છે કે અસલી છે તેની જાણકારી સરળતાથી
મળી શકે તે માટે રાજ્ય સરકારના સ્પિપા દ્વારા સ્પેશ્યિલ વેબસાઇટ બનાવી છે.
વેબસાઇટમાં દર્શાવેલ અને માન્ય સંસ્થાનું સીસીસી પરીક્ષા પાસનું પ્રમાણપત્ર
શિક્ષક અને આચાર્યએ રજૂ કર્યું છે કે નહી તેની ચકાસણી કરવામાં આવશે.
ચકાસણીમાં સીસીસી પરીક્ષા પાસનું નકલી પ્રમાણપત્ર રજૂ કરીને ઉચ્ચત્તર પગાર
ધોરણ અને બઢતીનો લાભ લીધો હશે તો આવા શિક્ષકો અને આચાર્યોની સામે કાયદેસરની
કાર્યવાહી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એસ.આર.પી.
અને પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ સીસીસી પરીક્ષા પાસના નકલી સર્ટીઓ રજૂ
કરીને નોકરી અને ઉચ્ચત્તર પગારધોરણન સહિતના લાભો લીધા હોવાનું બહાર આવ્યું
હતું. જેને પગલે શિક્ષણ વિભાગ દ્વરા કાળજી લેવામાં આવી રહી છે.