May 2, 2015

NEWS FOR ONLINE BADLI CAMP INFORMATION



ચાલુ વર્ષે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલીઓ ઓનલાઈન સિસ્ટમથી કરવા રાજ્યના શિક્ષણવિભાગે ઠરાવ બહાર પાડેલ છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા, મહામંત્રી દિનેશ શાહ, કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા,ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજ્ય સંગઠનમંત્રી હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ર૦૧પના વર્ષથી રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ સમિતિ તથા મહાનગર પાલિકાઓમાં નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકોની આંતરીક બદલીની કાર્યવાહી ઈન્ડેક્ષ-બીની મદદથી ઓનલાઈન અરજીઓ મંગાવી તેના આધારે વિભાગનાતા. ર૩-પ- ર૦૧પના ઠરાવ અને વખતો વખતના સુધારા અન્વયે થયેલ જોગવાઈઓ ધ્યાને લઈ કાર્ય પદ્ધતિ અનુસાર કોમ્પ્યુટરાઈઝ સોફટવેર મારફતે ઠરાવવામાં આવેલ છે.તાલુકાવાર ખાલી જગ્યાવાળી શાળાઓની યાદી પ્રાથમિક વિભાગ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગવાર તૈયાર કરી સોફટવેરમાં એન્ટર કરવાની રહેશે. ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વિષયવાર જગ્યાઓ દર્શાવવાની રહેશે. સબંધીત જિલ્લા દ્વારા આંતરીક બદલી કરાવવા ઈચ્છતા પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકો માટે ઓનલાઈન અરજી કરવા માટે દૈનિક પત્રોમાં જાહેરાત આપવાની રહેશે. આંતરીક બદલી કરાવવા ઈચ્છતા હોય તેઓએ સૂચવેલ વેબસાઈટ પર માંગેલ વિગતોભરી ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે. સબમીટ થયેલ અરજીની બે પ્રિન્ટ કાઢી કચેરીની નકલ સબંધિતતાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી આધાર પુરાવા જોડીને રજૂ કરવાની રહેશે.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જરૂર આધાર પુરાવાની ચકાસણી કરી અરજી મળ્યા અંગેની પહોંચ સબંધિત પ્રા. શિક્ષકને આપવાનીરહેશે. ત્યારબાદ જરૂરી રિમાર્કસ કરી તમામ અરજીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપવાની રહેશે. સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આપેલ પોતાના જિલ્લાના લોગીનમાં જઈ આવેલ તમામ અરજીઓની ખરાઈ કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ કોમ્પ્યુટર સોફટવેર દ્વારા નિયમાનુસાર બદલી પાત્ર સબંધિત પ્રા.શિક્ષકો/ વિદ્યાસહાયકોની બદલી ઓર્ડર તૈયારથશે. બદલી માટે અરજી કરેલા અને નિયમાનુસાર બદલીપાત્ર શિક્ષકોએ વેબસાઈટ પરથી બદલી ઓર્ડરની પ્રિન્ટ જાતે મેળવી લેવાની રહેશે. તાલુકા પ્રા. શિક્ષણાધિકારીએ બદલી હુકમોની પ્રિન્ટ નકલ મેળવવાની રહેશે અને ફાઈલે રાખવાની રહેશે. જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીએ સમગ્ર બદલીના હુકમો પ્રિન્ટ કરી ફાઈલે ાખવાના રહેશે. ઓનલાઈન બદલી પ્રક્રિયામાં કોઈ પણ વહીવટી કે ટેકનિકલ ક્ષતિ ઉભી થાય તો તેનો આખરી નિર્ણય પ્રાથમિક શિક્ષણ નિયામકે લેવાનો રહેશે. કોમ્પ્યટરાઈઝ બદલી હુકમમાં જે તે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રિન્ટ થયેલ સહી માન્ય ગણાશે. બદલી હુકમો અમલ કરતા પૂર્વે તા.પ્રા. શિક્ષણાધિકારી પાસે બદલી હુકમની ખરાઈ કરવી, બદલી હુકમ ઉપર સહી કરાવવાની રહેશે. તા. પ્રા.શિ.એ ખરાઈ કર્યા સિવાયના બદલી હુકમ માન્ય રહેશે નહીં. મહાનગર પાલિકાવિસ્તારની નગર શિક્ષણ સમિતિઓમાટે શાસનાધિકારીએ કાર્યવાહી કરવાની રહેશે. મહાનગરપાલિકા વિસ્તારની નગર શિક્ષણ સમિતિ સિવાય બાકી તમામ નગર શિક્ષક સમિતિઓમાં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકોની આંતરિક બદલીની કાર્યવાહી શિક્ષણ વિભાગની તા. ર૩-પ-૧રના તથા વખતો વખતના ઠરાવોના જોગવાઈઓને ધ્યાને લઈ કેમ્પ કરીને બદલીઓ કરવાની રહેશ.

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...