Jun 5, 2015

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 54.42 ટકા પરિણામ જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 54.42 ટકા પરિણામ જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ 10નું 54.42 ટકા પરિણામ
અમદાવાદ તા. 4 જુન 2015

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 54.42 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષએ 63.85 ટકા રિઝલ્ટ હતુ આમ આ વર્ષે 10 ટકા ઓછુ પરિણામ આવ્યું છે. આજે રોજ જાહેર થયેલું પરિણામ છેલ્લા 10 વર્ષનું સૌથી નીચું પરિણામ છે.
આણંદ તાલુકાનું રાસ કેન્દ્ર  97.83 ટકાની સાથે સૌથી વધુ પરિણામ આવ્યું હતું , જ્યારે 5.68 ટકાની સાથે સૌથી ઓછું પરિણામ મહિસાગરનું ગોઢીંબ કેન્દ્રનું રહ્યું છે.

પરિણામની એક ઝલક
* 97.83 ટકાની સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર આણંદનું રાસ રહ્યું
5.68 ટકાની સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર મહિસાગરનું ગોઢીંબ રહ્યું
* 74.61 ટકાની સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ રહ્યો
* 20.16 ટકાની સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદેપુર રહ્યો
* 303 શાળાઓનું 100 ટકા પરિણામ ધરાવ્યું
* વિદ્યાર્થીઓનું પરિણામ 50.17 ટકા
* વિદ્યાર્થિનીઓનું પરિણામ 61.53 ટકા
* અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.11 ટકા
* ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33 ટકા
* હિન્દી માધ્યમનું પરિણામ 72.54 ટકા
* 10.67 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા.
* 99 પર્સાઇન્ટાઇલ રેન્ક ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા 8440
આજે રોજ જાહેર થયેલા પરિણામમાં પાંચ જિલ્લા એવાં છે જેનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે જેમાં 10%થી ઓછું પરિણામ આવ્યું છે.

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...