Jun 5, 2015

સ્કુલની પરીક્ષા માં નિષ્ફળ પણ જીવન માં સફળ

સ્કુલની પરીક્ષા માં નિષ્ફળ પણ જીવન માં સફળ

➡ મિત્રો... બધા જ સખત મહેનત કરીને પરીક્ષા આપે છે, છતાં કોઈને વધારે માર્કસ મળે છે તો કોઈને ઓછા. પરીક્ષામાં પાસ થવું એ સફળતા છે તો નાપાસ થવું એ નિષ્ફળતા નથી, કોઈ એમ કહે કે 'નાપાસ એટલે નિષ્ફળતા' તો તે ખોટું છે. આ વર્ષે પાસ ન થયા કે સફળતા ન મળી એટલે આખી જિંદગી હારી જતા નથી. ઓછા માર્કસ મળે તો નિરાશ ન થતાં. દુનિયામાં ઘણી મહાન હસ્તીઓને પરીક્ષામાં નિષ્ફળતા મળી હતી, છતાં તેઓ જિંદગીમાં સફળ થયા હતા. આવો આજે એવી જ કેટલીક મહાન વ્યક્તિઓ વિશે જાણીએ...

💥 આલ્બર્ટ આઈન્સ્ટાઈન

બાળપણમાં આઈન્સ્ટાઈન ભણવામાં નબળા હતાં અને સ્કૂલે જવામાં તેમને રસ ન હતો જ્યારે તેઓ પંદર વર્ષના થયા ત્યારે તેમણે સ્કૂલ છોડી દીધી. ઈતિહાસ, ભૂગોળ, અંગ્રેજીમાં તેમના માર્કસ બહું ઓછા હતાં. સોળ વર્ષની ઉંમરે તેમણે સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચની પોલિટેકનિક ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે અરજી કરી પણ પ્રવેશ પરીક્ષા પાસ ન કરી શક્યા. આગળ જતાં તેઓ મહાન ભૌતિક શાસ્ત્રી બન્યા.

🌾 થોમસ એડિસન

પ્રસિધ્ધ શોધક થોમસ આલ્વા એડિસન ૩-૪ મહિના જ સ્કૂલે ગયા હતાં, જ્યારે તેઓ આઠ વર્ષના હતાં ત્યારે તેમના ટીચરે તેમને કહ્યું કે, તેઓ બધી બાબત ખૂબ મોડેથી સમજે છે. તેમની માતાએ તેમને સ્કૂલમાંથી ઊઠાડી લીધા અને ઘરે ભણાવવાનું શરૃ કર્યું. માતાની સખત મહેનતથી તેમણે નવ વર્ષની ઉંમરથી જાતજાતના પ્રયોગ શરૃ કર્યા. તેમની એક હજાર શોધમાં બલ્બ અને ફોટોગ્રાફ્સ ખૂબ જ જાણીતા છે. આ સાથે તેમણે ચલચિત્ર, ટેલિફોન અને ઈલેકટ્રિક જનરેટરની શોધમાં પણ મદદ કરી.

💠  ચાર્લ્સ ડાર્વિન

ચાર્લ્સ ડાર્વિન ભણવામાં બહુ નબળા હતાં. પિતાએ તેમને સ્કૂલમાંથી ઊઠાડી લીધા પછી તેમને મેડિકલનું ભણવા માટે મૂક્યા. ત્યાં પણ તેમનું મન ન લાગ્યું. ત્યારપછી રાજ્ય શાસ્ત્રના શિક્ષણ માટે તેમને બહાર ભણવા મોકલ્યા. ત્યાં પણ તેમણે બધો સમય ખેલાડીઓ સાથે વિતાવ્યો, છતાં જીવ વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું શ્રેય તેમના ફાળે જાય છે.

➡  બેન્જામિન ફ્રેન્કલિન

બેન્જામિન ફ્રેન્કલિન અંકગણિતમાં નાપાસ થયા ત્યારે તેમના પિતાએ તેમને સ્કૂલમાંથી ઊઠાડી લીધા. ત્યારે તેમની ઉંમર ફક્ત દસ વર્ષની હતી. પિતાએ બેન્જામિનને પોતાની મીણબત્તી અને સાબૂની દુકાનમાં મીણબત્તી કાપવા અને મીણ પીગળાવવા બેસાડી દીધા. મોટા થઈને બેન્જામિને રાજકારણી, વૈજ્ઞાનિક અને લોકનેતા તરીકે દેશની સેવા કરી.

🌾 આઈઝેક ન્યૂટન

ન્યૂટન ઠોઠ વિદ્યાર્થી હતાં. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટ કોલેજમાંથી માંડ માંડ ગ્રેજ્યુએશન પૂરૃં કર્યું હતું. કોલેજમાં તેમની ગણના ઠોઠ વિદ્યાર્થી તરીકે થતી, પણ આજે તેમની ગણના મહાન વૈજ્ઞાનિકમાં થાય છે. તેમની શોધખોળથી જ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ સરળ બન્યો. ન્યુટને ઈ.સ. ૧૬૬૬ માં વૃક્ષ પરથી પડતા સફરજનને જોઈને પ્રથમ વખત ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી.

🌾- સર વિન્સ્ટન ચર્ચિલ

લેખક, કલાકાર, રાજકારણી અને ઈંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલ રોયલ મિલિટરી કોલેજની પરીક્ષામાં બે વાર નાપાસ થયા હતાં. 

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...