Aug 2, 2015

Friend ship day special must see if you are best friend in the world


Friendship Day : Mitrata Etle su? મિત્રતા એટલે શુ ?


ફ્રેડશિપ ડે દરેક વર્ષે ઓગસ્ટના પ્રથમરવિવારે ઉજવાય છે. આમ તો દોસ્તી માટે કોઈ દિવસ નક્કી નથી હોતો. સાચા મિત્રો તો સદાય સાથે જ રહે છે. ઋતુ કેવી પણ હોય  પણ મિત્ર દરેક ઋતુને સુંદર બનાવી આપે છે. જે જાદૂ મોટાથી મોટા જાદૂગર નથી કરી શકતા એ જાદૂ ફ્રેંડસ કરી આપે છે. દોસ્તને જોતા જ કેટલુ પણ મોટુ દુખ હોય તો પણ  ચેહરા પર સ્માઈલ આવી જાય છે. મિત્ર,સખા,દોસ્ત, ફ્રેંડ કોઈ પણ નામે કહો પણ દોસ્તની વ્યાખ્યા કોઈ નહી આપી શકે. મિત્ર  જેને સુખ:દુખ બધા પ્રકારની વાત શેયર કરવાનું મન થાય.
હાં ઓગસ્ટનો પ્રથમ રવિવાર મિત્રોનો જ દિવસ છે એટલે કે   " ફ્રેડશિપ ડે "
* મિત્ર એ જ છે જે તમારા ભૂતકાળને ભૂલી તમને સમજે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકાર કરે.
* મિત્રનું સન્માન કરો ,એની પાછળ એની પ્રશંસા કરો અને જરૂર પડ્તા એની મદદ કરો

મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપણા ચહેરા પર સ્મિત પણ. મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો. પણ આજના યુગમાં તેવા મિત્રો મળવા અશક્ય છે. આજનો યુગ તો દેખાવાનો યુગ થઈ ગયો છે તેથી તો કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી જોવા મળતી નથી.નહિતર શું જરૂર છે આ ફ્રેંન્ડશીપ ડે ઉજવવાની? શું આપણે જીવનના દરેક દિવસને ફ્રેંન્ડશીપ ડે તરીકે ન ઉજવી શકીએ? મિત્રતા દિવસ ઉજવવા માટે કોઇ ચોક્કસ દિવસ હોવો એ કાંઇ જરૂરી નથી. પરંતુ આજે કોલેજોમાં તો આનું ખુબ જ મહ્ત્વ વધી ગયું છે. ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર આવ્યો એટલે બધા જ યંગસ્ટર તૈયાર થઈ જાય છે તેને ઉજ્વવા માટે અને ન જાણે કેટલાય રૂપીયા વેડફી નાંખે છે ફ્રેંન્ડશીપ ડે ના નામ પર. અને તે પણ દિલથી કરે તો ઠીક છે પરંતુ આ બધુ તો બીજા લોકોને દેખાડવા માટે કે અમે કેટલા સાચા મિત્રો છીએ.પરંતુ આ બધું કરતાં પણ જો તેઓને એકબીજા માટે માન હોય અને અને દિલથી મિત્ર માનતાં હોય તો ઠીક નહિતર બધો જ ખર્ચ નકામો. પરંતુ હા મિત્ર શોધવામાં જો જો તમે થાપ ન ખાઈ જતાં. ગુજરાતીમાં એક કહેવત છે કે-જો તમને એક સાચો મિત્ર મળી જશે તો પછી તમારે હજારો લાખો સંબંધીઓની પણ જરૂર નથીમિત્ર બનાવવામાં તમે કોઇ કેટેગરી પસંદ ન કરી શકો કે હુ અમીર છું તો મારે અમીર મિત્ર જ જોઇએ. બની શકે કે ઘણી વખત અમીર મિત્રો જે કામમાં ન આવે તેના કરતાં વધું ગરીબ મિત્ર કામમાં આવે. પણ હા અહીં વાત અમીર અને ગરીબની નથી થતી અહીં વાત થાય છે મિત્રતાની એક સાચા મિત્રની.આજે ભલે સાચી મિત્રતા ખોવાઇ ગઈ હોય પરંતુ યુવાનો ફ્રેંન્ડશીપ ડે ની જે ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે તે પણ કાંઈ ઓછું નથી તે બહાને તેઓને મિત્રતાની કિંમત તો સમજાય છે અને કદાચ ઘણા લોકો તો એવા પણ હશે કે તેઓના મિત્રને ફ્ક્ત ફ્રેંન્ડશીપ ડે ના દિવસે જ યાદ કરતાં હશે. તો તેઓના માટે પણ સારૂ છે કે તેઓ વર્ષમાં એક જ વખત પોતાના મિત્રને યાદ કરે છે.તો આવો આ વર્ષે પણ મિત્રતા દિવસ પર કઈક ખાસ એવું કામ કરીએ આપણા મિત્ર માટે કે જેથી કરીને તેને પણ લોકોને કહેતા ગર્વ થાય કે આ 'મારો' મિત્ર છે અને આખી જીંદગી તે તમને અને આજના દિવસને ભુલી ન શકે.મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે--એક સાચો મિત્ર હજારો સંબંધીઓની ગરજ સારે છે.-કોઇ પણ માણસ નકામો નથી જો એ કોઇનો સારો મિત્ર હોય તો.-મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.-અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલવું વધું સારુ.-કંઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઇને આપણું દુ:ખ સમજી જાય તે મિત્ર.-આપણી સફળતા જોઇને આપણા કરતાં પણ વધું ખુશ થાય તે મિત્ર.-મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે.-અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર.-મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.-તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.-મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...