Mar 12, 2016

સાપેક્ષવાદના શોધક : આલ્બર્ટ આઇન્સ્ટાઇન

મસ્કાર...
અહી દર શનિવારે એક વૈજ્ઞાનિક વિશે માહિતી મુકાય છે. બે દિવસ પછી 14 માર્ચ જેમનો જન્મદિન છે તેવા આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશે આજ.
- નીચેની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
■ સાપેક્ષવાદના શોધક : આલ્બર્ટ આઇન્સ્ટાઇન ■
તાજેતરમાં ગ્રેવિટેશનલ વેવ્ઝની નવી શોધ વિજ્ઞાાન જગતમાં એક સીમાચિહ્ન રૃપ ગણાય છે. ગ્રેવિટેશનલ વેવ્ઝ અંગે આલ્બર્ટ આઇન્સ્ટાઇન નામના વિજ્ઞાનીએ આજથી ૧૦૦ વર્ષ પહેલા રજૂ કરેલી થિયરી સાચી પડી છે. બ્રહ્માંડ અંગે મહત્વપૂર્ણ શોધો અને થીયરી રજૂ કરીને આઇન્સ્ટાઇન વિશ્વપ્રસિદ્ધ થયેલા. તેમણે કરેલી શોધોને વિશ્વ જલદી સમજી શક્યું નહોતું. પરંતુ સમય જતાં તેમની દરેક થીયરી સાચી પડી છે. માનવ ઇતિહાસમાં પ્રચંડ શક્તિશાળી અને સર્જનાત્મક બુધ્ધિ ધરાવતા આ વિજ્ઞાાનીનું જીવન પણ રોમાંચક છે.

આઇન્સ્ટાઇનનો જન્મ ઇ.સ.૧૮૭૯ના માર્ચ માસની ૧૪ તારીખે જર્મનીના વર્ટમ્બર્ગ પ્રાંતના ઉલ્મ ગામે થયો હતો. તેના પિતા એન્જિનિયર અને સેલ્સમેન હતા. ઇ.સ.૧૮૮૦માં તેના પિતાએ મ્યુનિક ખાતે ઇલેક્ટ્રીક સાધનોની ફેક્ટરી સ્થાપી એટલે પરિવાર પણ ત્યાં રહેવા ગયા. પાંચ વર્ષની ઉંમર સુધી આઇન્સ્ટાઇને કેથોલિક એલિમેન્ટરી સ્કૂલમાં અભ્યાસ કરેલો ત્યારબાદ લ્યૂટીપોલ્ડ જીમ્નેશિયમમાં માધ્યમિક અભ્યાસ કર્યો. શાળાના અભ્યાસમાં તેઓ કાચા હતા.

ઇ.સ.૧૮૯૪માં તેમના પિતાને ધંધામાં ખોટ જવાથી ફેક્ટરી વેચી સ્વીર્ટ્ઝલેન્ડ રહેવા ગયા. આઇન્સ્ટાઇન અભ્યાસ પૂરો કરવા જર્મનીમાં રોકાયા. તેમના પિતા તેમને ઇલેકટ્રીકલ એન્જિનિયર બનાવવા માંગતા હતા. પરંતુ આઇન્સ્ટાઇને શાળાની શિક્ષણ પદ્ધતિ અંગે વાંધા ઉઠાવી સત્તાવાળાઓ સામે વિવાદ સર્જ્યો અને અભ્યાસ છોડીને તે પણ પોતાના પરિવાર સાથે રહેવા ચાલ્યા ગયા.

ઇ.સ.૧૮૯૫માં તેમણે સ્વીસ ફેડરલ પોલિટેકનિકમાં દાખલ થવા પરીક્ષા આપી પરંતુ સફળ થયા નહી. છેવટે આરાઉની આર્ગોવિયન કેન્ટોનલ સ્કૂલમાં દાખલ થઇ અભ્યાસ પૂરો કર્યો.

ઇ.સ.૧૮૯૬માં આઇન્સ્ટાઇને સ્વિસ મેતુરામાં ફિઝિકસ અને ગણિતની પરીક્ષાઓ સારા માર્કસ સાથે પાસ કરી અને ઝુરિક પોલિટેકનિકમાં ફિઝિકસ ટીચિંગ ડિપ્લોમામાં દાખલ થયા તેમના પત્ની મિલેવા મેટિક પણ તેમની સાથે જ અભ્યાસમાં જોડાયેલા. ગણિત શાસ્ત્રમાં રેકોર્ડ સારો ન હોવાથી આઇન્સ્ટાઇનને પ્રોફેસરની નોકરી મળી નહીં. પરંતુ પેટન્ટ ઓફિસમાં કારકૂન તરીકે જોડાયા. અહીં કામ ઓછું હોવાથી ફાજલ સમયમાં સંશોધનો શરૃ કર્યા. તેમને માત્ર કાગળ અને પેન્સિલની જ જરૃર હતી. ઇ.સ.૧૯૦૫માં સાપેક્ષવાદની થિયરી રજૂ કરી વિજ્ઞાન જગતને હચમચાવી નાખ્યું. તેમણે વિખ્યાત વિજ્ઞાાની ન્યૂટનના સિદ્ધાંતોને પડકાર્યા હતા. મોટાભાગના વિજ્ઞાાનીઓ તેમની થિયરીને સમજી શક્યા નહોતા.

તે સમયે આઇન્સ્ટાઇને પોતાના થોડા મિત્રો સાથે મળી 'ધ ઓલોમ્પિયા એકેડેમી' નામની મંડળી બનાવેલી તેઓ નિયમિત મળતા અને ચર્ચા કરતા. ઇ.સ.૧૯૦૦માં તેમણે એક પ્રતિષ્ઠિત વિજ્ઞાન મેગેઝિનમાં નિબંધ લખ્યો અને ખ્યાતિ મેળવી. તેમને ઝુરિચ યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી પણ આપી. ૨૬ વર્ષની ઉંમરે તેઓ વિશ્વના અગ્રણી વિજ્ઞાની બની ગયા અને બર્ન યુનિવર્સિટીમાં ઇલેકટ્રોડાયનેમિક વિભાગમાં પ્રોફેસર બન્યા. ઉત્તરોત્તર પ્રગતિ કરીને તેઓ ૧૯૧૧માં પ્રાગની જર્મન યુનિવર્સિટીમાં જોડાયા. પ્રાગમાં તેમણે રેડિયેશન મેથેમેટિકલ સહિત ૧૧ નિબંધો લખ્યા. ૧૯૧૪માં જર્મનીની કૈઝર વિલ્હેમ ઇન્સ્ટીટયૂટમાં જોડાયા. ઇ.સ.૧૯૧૯માં બ્રિટીશ મેગેઝીન ધ ટાઇમ્સમાં તેમના યોગદાનને વિજ્ઞાન જગતમાં ક્રાંતિકારી ગણાવ્યું અને તેમના સાપેક્ષવાદને સમગ્ર વિશ્વે સ્વીકાર્યો. ઇ.સ.૧૯૨૧માં તેમને ફિઝિકસનું નોબેલ ઇનામ એનાયત થયું. ૧૯૩૦થી ૧૯૩૧ સુધી તે અમેરિકામાં રહ્યા. ઇ.સ.૧૯૫૫માં એપ્રિલ માસની ૧૭ તારીખે તેમનું અવસાન થયું હતું. પ્રિન્સટન હોસ્પિટલના મુખ્ય સર્જને તેમના પરિવારની સંમતિ લઇને વધુ સંશોધનો કરવા આઇન્સ્ટાઇનનું મગજ કાઢી લીધું હતું.
THAMK VISHAL

K HERE

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...