Aug 5, 2016

વિજય રૂપાણી નવા મુખ્યમંત્રીઃ નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી
ભારે સસ્પેન્સ બાદ આખરે પ.૪૫ વાગ્યે ધારાસભ્યોની બેઠકમાં સત્તાવાર જાહેરાતઃ નીતિન પટેલનું નામ ખૂબ ગાજ્યું પણ વરસ્યા વિ.રૂ. : મુખ્યમંત્રી પદ જૈનને અને નાયબ મુખ્યમંત્રી પદ કડવા પટેલનેઃ ભાજપના શાસનમાં પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રીની જગ્યા અસ્તિત્વમાં: ગુજરાતમાં છેલ્લે ૧૯૯૫માં છબીલદાસની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નરહિર અમીન અને સી.ડી. પટેલ હતાં: કેશુભાઇ પછી રાજકોટને બીજી વખત મુખ્યમંત્રી પદ મળ્યું: ભાજપ માટેના કપરા ચઢાણને ધ્યાને રાખીને મુખ્યમંત્રી પદે વિ.રૂ.ની પસંદગી


      (અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૫: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભારે ઉત્તેજના બાદ આખરે વિજય રૂપાણીનું નામ જાહેર થયું છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલને જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પદ માટે છેલ્લા બે દિવસથી નીતિન પટેલનું નામ ખૂબ જ ગાજતું હતું. તેમના વતન કડીમાં બપોરથી વિજયોત્સવ શરૂ થઇ ગયેલ. પરંતુ અચાનક જ હાઇકમાન્ડે  વિજય રૂપાણીના નામ પર મંજૂરીની મહોર મારી છે.
      નવા મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણી જૈન સમાજમાંથી આવે છે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન કડવા પટેલ સમાજના છે. સત્તાના બંને મુખ્ય પદ ઉજળિયાત વર્ગને મળતા હવે પ્રદેશ પ્રમુખ પદ માટે પછાત વર્ગમાંથી પસંદગી કરવામાં આવે તેવી શકયતા બળવાન બની છે.
      શ્રી વિ.રૂ. અમિત શાહના નિકટના સાથી ગણાય છે. એક તબક્કે આનંદીબેને તેમના નામ સામે ભારે વિરોધ કર્યાની વિગતો બહાર આવેલ. આજે સાંજે ધારાસભ્યોની બેઠક પૂર્વે અમિત શાહ અને નિરીક્ષકોની હાજરીમાં વરિષ્ઠ નેતાઓની બેઠક મળેલ જેમાં ભારે ચર્ચાના અંતે વિજય રૂપાણીના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
      નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી નવેમ્બર ૨૦૧૪માં પેટા ચૂંટણીમાં રાજકોટ-૬૯માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ અને તુરંત તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવેલ. ફેબ્રુઆરી-૨૦૧૬થી તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મંત્રી એમ બંને પદ પર કાર્યરત છે. આજે તેમની પસંદગી થતા ટેકેદારોએ શૂભેચ્છા વર્ષા કરી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...