Dec 23, 2022

Shala Siddhi- School achievement- Self-Assessment - External evaluation all info download here

 Shala Siddhi- School achievement- Self-Assessment - External evaluation. ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં NIEPA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ PAB ૨૦૨૨-૨૩માં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત ૧૦૦% શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન તેમજ સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ત્રીજા (૧/૩) ભાગની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે.



૨૦૨૨-૨૩ માટે પણ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જે અંગે ચાલુ વર્ષે ૩૨૯૪૦ પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ નું સ્વ-મૂલ્યાંકન અને શૈક્ષણિક વર્ષ: ૨૦૨૧-૨૨ વર્ષની સ્વ-મૂલ્યાંકન થયેલ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે.

● શૈક્ષણિક વર્ષ:૨૦૨૨-૨૩ : સ્વ-મૂલ્યાંકન (પ્રાથમિક અને માધ્યમિક શાળા)


રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩માં આ શાળાઓમાં NIEPA નવી દિલ્હી ની ગાઈડલાઈન મુજબ "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે. (શાળાઓની યાદી આ સાથે સામેલ છે)

શૈક્ષણિક વર્ષ:૨૦૨૧-૨૨ : બાહ્ય મૂલ્યાંકન (૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં

શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ શાળાઓમાંથી ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કામગીરી કરવાની થાય છે. જિલ્લાએ માર્ગદર્શિકા અનુસાર ટીમ બનાવી માર્ગદર્શિકા અને વેબસાઈટ પર આપેલ ગાઈડલાઈન અનુસાર ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે.

આ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલ ગ્રાન્ટની વિગત, શાળાઓની યાદી તેમજ -મૂલ્યાંકન અને બાહ્ય-મૂલ્યાંકનની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.


વધુમાં આ કામગીરી અંગેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ નિયત કરેલ નોડેલ ઓફિસરશ્રી ધ્વારા દર શુક્રવારે કામગીરીનો પ્રગતિ અહેવાલ અત્રેની કચેરીને qecell@gmail.com પર મોકલી આપવા વિનંતી છે.



બાહ્ય મૂલ્યાંકન માટે આવનાર અધિકારીશ્રી/કર્મચારીશ્રીને પોતાની ફરજ પર ઓન-ડયુટી ગણવાની રહેશે. શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત બાહ્ય-મૂલ્યાંકન માટે અત્રેની કચેરીથી જે તે જિલ્લા કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.

- બાહ્ય મૂલ્યાંકન અંગેના આયોજનની વિગત અત્રેની કચેરીએ મોકલવાની રહેશે.

- સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ વિગતવાર માર્ગદર્શિકા મુજબ બાહ્ય-મૂલ્યાંકન જાન્યુઆરી માસમાં પૂર્ણ કરવાનું રહેશે. બાહ્ય- મૂલ્યાંકન માટે માર્ગદર્શિકા જણાવ્યા આધારોની ચકાસણી કરવાની રહેશે.

>NIEPA નવી દિલ્હીના શાળા સિદ્ધી અંગેનું પોર્ટલ અપડેટ કરવા અર્થે કાર્યરત છે. જેથી બાહ્ય-મૂલ્યાંકન થનાર શાળાઓની વિગત અંગેની કોપી ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર પાસે રાખવાની રહેશે. જયારે બાહ્યમૂલ્યાંકન અંગેનું પોર્ટલ ઓપન થાય ત્યારે સી.આર.સી.કો.ઓર્ડીનેટરએ આ વિગત પોર્ટલ પર ભરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન માધ્યમિક શાળાઓમાં થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કરવા અર્થે આનુસંગિક ખર્ચ માટે પ્રતિ શાળા દીઠ ૧૦૦ રૂપિયા ફાળવી આપવામાં આવેલ છે. ⁹0%

- વર્ષ ૨૦૨૧-૨૨ની સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓ (બાહ્ય મૂલ્યાંકન શાળાઓ) માટે મૂલ્યાંકનકાર તરીકે જનાર ૩-૩ સભ્યોને પુરસ્કાર પેટે પ્રતિ વ્યક્તિ દીઠ ૧૦૦/- રૂપિયા લેખે ગ્રાન્ટ જિલ્લા કક્ષાને ફાળવવામાં આવેલ છે.

- સદર ગ્રાન્ટ ઓડીટેબલ હોઈ રાજ્ય સરકારના પ્રવર્તમાન નાણા ખર્ચના નિયમોને આધિન રહીને ગ્રાન્ટ ખર્ચ કરવાનો રેહેશે.

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન સ્વમુલ્યાંન માર્ગદર્શિકા:: Click Here

પુરાવા આધારીત શાળા સુધારણા બાબતે માર્ગદર્શિકા:: Click Here

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન બાબત PPT:: Click Here

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટેની શાળાઓની યાદી:: Click Here

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...