"રડતા રડતા વાયોલિન વગાડતા નાના બાળકના આ ફોટાને અતિ ભાવાત્મક ફોટાઓમાં વર્ગીકૃત કરાયો છે. આ બારેક વર્ષનો બ્રાઝલિયન છોકરો પોતાના પ્રિય શિક્ષકના અંતિમ સંસ્કાર વખતે રડતા રડતા વાયોલિન વગાડી રહ્યો છે. કેમકે એના શિક્ષકે આ છોકરાને ગરીબી અને અપરાધિક વાતાવરણથી બચાવી એને ભણતો કર્યો હતો. આ છોકરાના પ્રિય શિક્ષકના મૃત્યુથી આ છોકરામાં કરુણા જાગી અને આ છોકરો રડી પડ્યો...
અત્યારની સમગ્ર માનવજાત કરુણાના અભાવમાં જીવી રહી છે. એમાં મારો-તમારો પણ સમાવેશ થઈ જાય છે. આ છોકરાના શિક્ષકે એને પ્રેમ અને દયા આપી અને એથી બાળક કરુણામય બન્યો. આ દુનિયાને કરુણામય બનાવવા આપણે વધુ પ્રેમાળ અને દયાવાન બનવું પડશે. બાળકોમાં પ્રેમ અને દયા પેદા કરવા પડશે."
#ManishNagevadeeya