May 15, 2023

મારૂ ગામ અને બાળપણ ની યાદ

 આ બંને મકાન વચ્ચેની જગ્યા એ આપણા બાળપણ વખતે આપણું મેદાન હતું.લખોટીની રમત રમવાની હોઈ તો ભીંતિયો રમતી વખતે આવી દિવાલનો ઉપયોગ કરતા. 



જો ક્રિકેટ રમવું હોઈ તો આ દિવાલ ઉપર ચોકથી ત્રણ ઉભા લીટા તાણીને સ્ટંપ બનાવી નાખવા. વિકેટ કિપરની જરૂર નહિ. માત્ર બે ત્રણ ભાઈબંધ હોઈ તો પણ ક્રિકેટ રમી નાખતા. મોય-ડાંડીયો (ગીલીદંડો) રમવુ હોઈ તો પણ આ જ મેદાન. 

હવે આ ગામડાની શેરીઓ સૂમસામ દેખાય છે.બી.એન એ ભીંત કે જેના કાળજે આપણે જોરથી અથડાવતા તે લખોટી લાગતી, દડો અથડાવતા તે દડો લાગતો અને એ દર્દ એમને ગમતુ. આજે એ દિવાલ પણ હવે શેરીએ રમતા બાળકોને જોવા ઝંખે છે. 

આ દેશી નળીયા કદાચ વાવાઝોડામાં એકા'દ બે નીચે પડી જાય તો પણ એને આનંદ થતો, ભલે એ તુટી જાય, કારણ કે એ તુટેલ નળીયાને કચરામાં નાખવાને બદલે આપણે એનો બળદ બનાવીને રમતા. અરે..વધુ નાના ટૂંકડા થઈ જાય તો એનો ઉપયોગ આપણે ના'તી વખતે શરીર ઉપરનાં મેલને ઉખેડવામાં કરતા. 

 હાલ પડે એવા આકરા તાપમાં આ શેરીમા બે ત્રણ ડોલ પાણી નાખતા તો, આખા ફળીયામા ઠંડક પ્રસરતી. અને એ માટી અને પાણીનું મિલન થતું ત્યારે એની મધુર સોડમ બહુ ગમતી. આપણને માટી ખાવાનું મન થઈ જતું. આ હતી આપણા વીતેલ બાળપણની વાત. બી.એનની આ વાત તમને વાંચી તમને લાગે કે, હા...યાર! અમે પણ આ રીતે જ બાળપણમાં કર્યુ છે તો તમારો કોઈ અનુભવ જણાવશો. - બી.એન આહીર


                      🙏 જય દ્વારિકાધીશ 🙏

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...