Aug 10, 2014

♠ બુદ્ધિની કસોટી ♠






શહેનશાહ અકબરના દરબારમાં જેમ ચતુર બીરબલ હતો, એ જ રીતે બંગાળના રાજદરબારમાં ગોપાલ ભાંડનું નામ એના વિનોદી સ્વભાવ અને ચતુરાઈ માટે સર્વત્ર પ્રસિધ્ધ હતું. એમ કહેવાતું કે એ કપરામાં કપરાં કોયડાઓ એ રમત વાતમાં ઉકેલી આપતો અને મોટામાં મોટાં રહસ્યો આસાનીથી શોધીને ખોલી આપતો હતો. બંગાળના રાજાની રાજસભામાં ગોપાલ ભાંડનું ઘણું માનભર્યું સ્થાન હતું.

એકવાર રાજસભામાં બહુશ્રુત મહાપંડિત પધાર્યા. એમની પાસે દેશની અનેક ભાષાઓનું જ્ઞાાન હતું. એ ઉપરાંત અરબી અને ફારસી ભાષા પણ છટાદાર રીતે બોલી શક્તા. બંગાળના રાજાએ આ મહાપંડિતનો આદરસત્કાર કર્યો અને મહાપંડિતે જ્ઞાાનનો ગર્વ પ્રગટ કરતા કહ્યું, 'અનેક ભાષાઓ પર મારું એટલું બધું પ્રભુત્વ છે કે તમને ખ્યાલ પણ નહીં આવે
કે મારી માતૃભાષા કઇ ? સઘળી ભાષા પર મારો સમાન એકાધિકાર છે.'

એક દરબારીએ નમ્રતાથી પૂછ્યું, 'પંડિતજી,આ બધી ભાષાઓમાં આપની માતૃભાષા કઈ ?'

ત્યારે મહાપંડિતે પોતાનો ગર્વ દાખવતા કહ્યું, 'બધી ભાષાઓ પર મારું એવું પ્રભુત્વ છે કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો, તો પણ મારી માતૃભાષા કઇ છે એ શોધી શકશો નહીં.'

મહાપંડિતની અહંકારભરી વાણી સાંભળીને દરબારમાં સન્નાટો છવાઈ ગયો. રાજાએ ગોપાલ ભાંડ તરફ નજર ઠેરવી ત્યારે ગોપાલે કહ્યું, 'મહારાજ, આ મહાપંડિતની માફક હું ઘણી ભાષાઓનો મહાજ્ઞાાની તો નથી, પરંતુ હું જરૂર એટલું શોધી શકું કે એમની માતૃભાષા કઇ છે ? માત્ર શરત એટલી કે મને મારી રીતે એની તપાસ કરવાની અનુમતિ આપો.'

મહાપંડિત ખડખડાટ હસી પડયા અને રાજાને અનુરોધ કર્યો કે આ ગોપાલને જે રીતે મારા સામર્થ્યની પરીક્ષા કરવી હોય તે રીતે કરે. રાજાએ એને અનુમતિ આપી. બીજે દિવસે સહુ સીડી પરથી ઉતરીને રાજદરબારમાં જતા હતા, ત્યારે ગોપાલે પાછળથી આવીને પંડિતજીને જોરથી ધક્કો માર્યો. મહાપંડિત ક્રોધે ભરાયા. એમનો ગુસ્સો ફાટી નીકળ્યો અને મોંમાંથી ગાળો અને અપશબ્દોનો ધોધ વહેવા લાગ્યો. મહાપંડિત સીડીની નીચે પહોંચ્યા, ત્યારે લોકોને એમની માતૃભાષાની ભાવ મળી ગઈ.

ગોપાલે કહ્યું, 'પોપટને તમે રામ-રામ કે રાધેશ્યામ બોલવાનું શીખવી શકો, પરંતુ જ્યારે બિલાડી એને ડોકેથી પકડે ત્યારે ટેં...ટેં... સિવાય બીજો કોઈ અવાજ નીકળતો નથી. આરામના વખતે બધી ભાષા બોલી શકાય, પણ સંકટમાં તો માતૃભાષા જ કામ આપે છે.'

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...