Aug 10, 2014

♠ યોગબળ ♠


♠ યોગબળ ♠
♥ અગોચર વિશ્વ - દેવેશ મહેતા ♥

- રામાયણ અને મહાભારત
વખતના યોદ્ધાઓ યોગબળ અને
મંત્રશક્તિના સાધક પણ હતા અને
ચેતનાના ઉચ્ચતર વિજ્ઞાાનને
જાણતા હતા અને તેનો ઉપયોગ
કરી શકતા હતા..

રામાયણ અને મહાભારત
જેવા પુરાણગ્રંથોમાં જોવા મળતા યુદ્ધવર્ણનો આપણને
અત્યારે પણ રોમાંચિત કરી દે તેવા છે. એ
વખતના યુદ્ધ દરમિયાન
વપરાતા શસ્ત્રો આપણને દિગ્મૂઢ કરી દે છે.
આપણને એમ જ લાગે કે આ તો વર્ણનને રોચક
બનાવવા માટે ઊભી કરેલી કલ્પનાઓ જ
હશે ! પણ ખરેખર એવું નથી. આ બધું
વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતું હતું. એ
વખતના યોદ્ધાઓ યોગબળ અને
મંત્રશક્તિના સાધક પણ હતા અને
ચેતનાના ઉચ્ચતર વિજ્ઞાાનને
જાણતા હતા અને તેનો ઉપયોગ
કરી શકતા હતા.
ભારતના મહાન યોગી પરમહંસ
વિશુદ્ધાનંદજીના જીવનની એક ઘટના આ
હકીકતને યથાર્થ પુરવાર કરે છે. એકવાર
યાત્રા દરમિયાન તે
ઝાલ્દામાં આવેલા આશ્રમમાં રોકાયા હતા.
આશ્રમની આસપાસના પ્રદેશમાં તે
શિષ્યો સાથે વિહાર
કરી રહ્યા હતા ત્યારે
મહાભારતના યુદ્ધના કોઈ
પ્રસંગની ચર્ચા ચાલી રહી હતી તે
દરમિયાન તેમના ઉદ્ધવ નારાયણ
નામના શિષ્યે તેમને પ્રશ્ન કર્યો - ગુરુદેવ !
હમણાં આપણી વાત
ચાલી રહી હતી તેવા અગ્ન્યાસ્ત્ર,
વાયવાસ્ત્ર, વરુણાસ્ત્ર, સંમોહનાસ્ત્ર,
જૃંભકાસ્ત્ર વગેરે અસ્ત્રો એ વખતે ખરેખર
હતા કે પછી એ અલંકારિક વર્ણનો જ છે ?
પરમહંસ વિશુદ્ધાનંદજીએ સંમતિસૂચક માથું
હલાવ્યું અને થોડીવાર પછી બોલ્યા -
'હા, આ બધા જ શસ્ત્રો અસ્તિત્વ
ધરાવતા હતા. યોગ-બળથી કંઈ પણ
કરી શકાય છે. એ વખતના ઋષિ-મુનિઓ
પાસે ચેતનાના ગૂઢ વિજ્ઞાાનનું જ્ઞાાન
હતું અને યોદ્ધાઓ તેમની પાસેથી એ
જ્ઞાાન ગ્રહણ કરતા હતા.
તણખલાથી બનેલી સળકળીને પણ મંત્ર
વિજ્ઞાાનથી ધાતુના બાણ રૃપે
રૃપાંતરિત કરી શકાય છે.'
આ સાંભળી ઉદ્ધવ નારાયણ
બોલી ઉઠયો - 'ગુરૃદેવ ! હવે તો એ
વિદ્યા લુપ્ત થઈ ગઈ હશે ને ? જો આવું નજરે
જોવા મળે તો કેવું સારું !' પરમહંસ
વિશુદ્ધાનંદજીએ કહ્યું - 'એ વિદ્યા લગભગ
મૃતપ્રાય જેવી જ થઈ ગઈ છે. પણ બિલકુલ
લુપ્ત નથી થઈ ગઈ ! મારી પાસે એનું
જ્ઞાાન છે. તમારે એના પ્રયોગ
જોવા છે ? તો હમણાં જ બતાવું.' બધાએ
પ્રસન્નતાપૂર્વક સંમતિ દર્શાવી. એટલે
પરમહંસ વિશુદ્ધાનંદે એમને આજ્ઞાા કરી -
સામેથી બરુ, સરકટની ત્રણ સળીઓ લઈ
આવો. તે બરૃની સળીઓ લઈ
આવ્યા પછી પરમહંસે એક
બરુની સળીની ઉપરની છાલ ઉતારી અને
પછી તેને સળીના ઉપરના અને
નીચેના ભાગે ધનુષ્યની પ્રત્યંચા એટલે કે
પણછની જેમ બાંધી દીધી. આ પ્રકારે
એનો અત્યંત નાના, ટચૂકડા ધનુષ્ય
જેવો આકાર બની ગયો. એ
પછી બરુની સળીના એ ધનુષ્યની સામે
એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રિત કરી કોઈ
મંત્રોચ્ચાર કરવા માંડયો.
થોડી પળોમાં તો એ ધનુષ્ય
ધાતુના ધનુષ્ય રૃપે પરિવર્તિત થઈ ગયું.
થોડીવાર પછી બરુની એક
બીજી સળી લીધી અને તેને
હાથમાં રાખી અભિમંત્રિત કરી.
થોડીવાર પછી તે સળી પણ ધાતુનું
તીક્ષ્ણ ધારવાળું બાણ બની ગયું !
પછી તેમણે શિષ્યોને કહ્યું -
'ચેતનાના વિજ્ઞાાનથી મેં આ
ધાતુના બાણ તો બનાવ્યા. તો પણ
અત્યારે તો એ ધાતુના સામાન્ય ધનુષ્ય-
બાણ જેવા જ છે. હવે હું
યોગબળથી એમનામાં અસાધારણ
શક્તિ પ્રગટ કરીશ.' તેમણે ધનુષ્ય પર એક
બાણ ચડાવ્યું અને ધ્યાન કરી મંત્રોચ્ચાર
કર્યો. મંત્રોમાં અગ્નિ શબ્દ વારંવાર
આવતો હતો. ધનુષ્યમાંથી બાણ છૂટયું અને
સામેના વિશાળ વડના વૃક્ષ સાથે
અથડાયું. એ સાથે જોરદાર અગ્નિ પ્રગટ
થયો અને ઝાડ સળગવા લાગ્યું. પરમહંસે
કહ્યું - મેં આ બાણને
મંત્રબળથી અગ્નિ વરસાવતું અગ્ન્યાસ્ત્ર
બનાવ્યું હતું એટલે એમાં આગ લાગી છે. આ
આગ એવી છે કે તમે એના પર બહારનું ગમે
તેટલું પાણી છાંટો તો પણ એ બુઝાય એમ
નથી. મંત્રશક્તિથી પ્રગટ થયેલી આ આગ
મંત્રશક્તિથી જ શમી શકે એમ છે. આગ
બુઝાવવાના કોઈ ભૌતિક-વૈજ્ઞાાનિક
સાધનો પણ આને બુઝાવી શકવા સમર્થ
નથી. એ પછી એમણે બાકી રહેલી એક
છેલ્લી બરુની સળી ઉઠાવી. એને
અભિમંત્રિત કરી એને ધાતુના બાણ રૃપે
પરિવર્તિત કરી. તે
પછી યોગબળથી ધ્યાન કરી ફરી કોઈ
મંત્રોચ્ચાર કર્યો જેમાં વરુણ અને જળ
શબ્દનો પ્રયોગ વિશેષ થયો હતો. પછી એ
બાણ પેલા સળગી રહેલા વડ તરફ છોડયું.
વડના વૃક્ષને અડતાની સાથે
તેમાંથી જળધારા છૂટવા લાગી.
ધોધમાર વરસાદ પડતો હોય એમ જળ
છૂટવા લાગ્યું અને
સળગી રહેલા વૃક્ષની આગ બુઝાઈ ગઈ.
પરમહંસ વિશુદ્ધાનંદજીએ કહ્યું કે આ
જળપ્રવાહ પ્રગટ કરનારું વરુણાસ્ત્ર હતું. એ
પછી પરમહંસે ધાતુનું એ ધનુષ્ય અને
ધાતુના એ બાણ જે વૃક્ષ પાસે
પડેલા હતા તે
ફરી પાછા પોતાના હાથમાં લીધા.
થોડી મિનિટ સુધી આંખો બંધ
રાખી ધ્યાન કર્યું અને મંત્રોનો ઉચ્ચાર
કર્યો. બસ, થોડી પળોમાં જ પાછું
'પદાર્થ પરિવર્તન' થઈ ગયું અને એ ત્રણેય
બરુની સળી રૃપે પહેલાં જેવા રૃપે
હતા એવા બની ગયા ! પરમહંસ
વિશુદ્ધાનંદજીએ શિષ્યોને કહ્યું - 'આ
ચમત્કાર ચેતના-વિજ્ઞાાન અને યોગ-
વિજ્ઞાાનના સમન્વયથી બન્યો હતો.
બોલો, હવે તમને ખાતરી થઈ ગઈ ને કે
મહાભારતના વખતે જે દિવ્ય
શસ્ત્રો વપરાતા હતા તે સાચે જ અસ્તિ

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...