Feb 21, 2015

Swine flu vise useful information must read


This information given by my friend Prakash Patel

મિત્રો ! સ્વાઈન ફ્લુ વિષે કોઈ પણ મીડિયામાં ન છપાયેલી છતાં ખુબ જ અગત્યની અને બેઝીક માહિતી મારા એક નજીકના ડોક્ટર મિત્ર દ્વારા મને મોકલવામાં આવી છે. પ્રથમ એનો પરિચય આપું.

ડૉક્ટર વિનય ગોયલ ઍ ઍક MBBS, DRM, DNB છે. ઉપરાંત તેઓ 20 વર્ષોનો ક્લિનિકલ અનુભવ ધરાવે છે. તેમણે પ્રખ્યાત હોસ્પિટલ જેમકે હિન્દૂજા હોસ્પિટલ, બૉમબે હોસ્પિટલ, સૈફી હોસ્પિટલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં કામ કરેલ છે. હાલમાં તેઓ બૉમબે (મલાડ) સ્થિત “રિદ્ધિવિનાયક કાર્ડિયક અને ક્રિટિકલ સેંટર” હોસ્પિટલમાં ન્યૂક્લિયર મેડિસિન ડિપાર્ટમેંટ ના THYROD ક્લિનિકમાં હેડ તરીકેની ફરજ નીભાવે છે.

નીચે આપેલ માહિતી તેમના દ્વારા પુરી પાડવામાં આવેલ છે જે મારા પ્રમાણે અત્યારના સમયમાં બધા ઍ જાણવી ખૂબ જ ઉપયોગી છે.

પ્રથમ તો એ જાણી લેવું કે નાક અને મોં/ગળુ એ ઍક માત્ર સ્વાઈન ફ્લુના પ્રવેશ માટેનાં દ્વાર છે. આ પ્રકારની વૈશ્વિક રોગચાળાની સમસ્યામાં રાખવામાં આવતી બધી સાવચેતી છતાં H1N1 સાથે સંપર્કમાં આવતા ટાળવા લગભગ અશક્ય છે. મારી દ્રષ્ટિએ H1N1 સાથે સંપર્ક ઍ મોટી સમસ્યા નથી પણ તેનો પ્રસાર (ચેપ) જે રીતે થાય છે તે બહુ જ ખતરનાક છે એટલે આપણું ફોકસ એ પ્રસારને અટકવાનું હોવું જોઈએ.

યાદરાખો, જ્યારે તમે સ્વસ્થ હોવ અને H1N1ના ચેપના કોઈપણ લક્ષણો તમારામાં ના દેખાતા હોય તો હવે તે તમને ના થાય અને તેનો પ્રસાર તથા એલર્જીના લક્ષણો તમારા સુધી ના પહોચે તે માટે કેટલાક ખૂબ સરળ પગલાંઓ મેં મારા મેડીકલ અનુભવને આધારે તૈયાર કરેલા છે જે સંપૂર્ણપણે મોટા ભાગના સરકારી કોમ્યુનિકેશન્સ કે કોઈ પણ મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નથી.

1) વારંવાર હાથ ધોવા. સામાન્ય લાગતી આ વાત ને હું સૌથી મહત્વ આપું છું. પ્લીઝ, આમાં બાંધ છોડ કે આળસ જરાય નો કરો. જો તમે પુરુષ હો અને વારંવાર જોબ, ધંધા માટે બહાર જતા હો તો તમે અચૂક ધ્યાન રાખો કારણ તમે ધ્યાન નહિ રાખો તો આ રોગ તમારા દ્વારા આખા ઘરમાં ફેલાશે ! અહી જાગરૂકતા એ સૌથી મહત્વની વાત છે !

2)"હેન્ડ્સ-ઓફ-ધ-ફેસ" અભિગમ ઍટલે કે તમારા હાથ ને શક્ય હોય તેટલા ચહેરાના સંપર્કમાં ના લાવો ( સિવાય કે તમારે જમવૂ હોય અથવા સ્નાન કરવુ હોય)

3) નવશેકા મીઠા વાળા પાણીથી દિવસમાં બે વાર કોગળા કરવા (જો મીઠુ માફક ના આવતુ હોય તો Listerine વાપરી શકો છો) ગળામાં/અનુનાસિક પોલાણમાં પ્રારંભિક ચેપ બાદ H1N1ને વિપુલ પ્રમાણમાં વિકસવા અને લાક્ષણિક લક્ષણો બતાવવા માટે 2-3 દિવસ લાગે છે. સરળ કોગળા પ્રસારને અટકાવે છે. એક રીતે મીઠા વાળા પાણીના કોગળા નિરોગી વ્યક્તિ પર ઍ જ અસર કરે છે જે ટેમિફ્લ્યૂ (ઍક પ્રકાર ની દવા) જે ચેપગ્રસ્ત વ્યક્તિ પર કરે છે. આ સરળ, સસ્તી અને શક્તિશાળી પધ્ધતિને અવગણશો નહી.

4) ઉપર જણાવેલ 3 ઉપાયની જેમ જ દિવસમાં ઓછામાં ઓછા એક વખત મીઠા વાળા પાણી સાથે દરરોજ તમારા નાક સાફ કરવા, કેમ કે બધા ને જાળા નેતિ અથવા સુત્રા નેતિ (અનુનાસિક પોલાણ સાફ કરવા ખૂબ જ્ સારા યોગ આસનનો પ્રકાર) આવડતા ના હોય પરંતુ દિવસમાં એકવાર નાક ને શક્ય હોય તેટલુ ફૂલવો અને કોટન બડ્ઝ ને મીઠા વાળા પાણી મા બોળી બંને નસકોરાની સાફ કરો જે વાયરલ વસ્તી નીચે લાવવામાં ખૂબ જ અસરકારક છે.

5) તમારી કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારવા વિટામિન સી (આમલા અને અન્ય બીજા ફળો)થી સમૃદ્ધ ખોરાક લેવો જોઇઍ જો તમે વિટામિન સી ની ગોળીઓ લઈ રહ્યા હોવ તો તેની અસર વધારવા માટે તેમા જ઼િંક હોય તેની અવશ્ય ખાતરી કરો અચૂક કરો. જો તમારી રોગપ્રતિકાર શક્તિ પાવર ફૂલ હશે તો ઓટોમેટીક આ વાઈરસ તમારા પર એટેક કરવામાં નિષ્ફળ જશે.

6) શક્ય હોય તેટલુ ગરમ પ્રવાહી (ચા, કોફી, વગેરે) વધુ માત્રા માં લો, ગરમ પ્રવાહી પિવુ ઍ કોગળા કરવા સમાન જ છે કારણ કે ગરમ પ્રવાહી વિકસતા વાઇરસ ને ગળા માંથી ધોઈ પેટ સુધી પંહોચાડે છે જ્યા તેમના માટે સર્વાઇવ કરવુ મુશ્કેલ છે અથવા તો ત્યા કોઈ નુકશાન પંહોચાડી શકતા નથી.

વ્હાલા દોસ્તો, આપણને સૌને ખ્યાલ જ છે કે સ્વાઈન ફ્લુથી ઓલરેડી ભારતભરમાં ૭૦૦ જેટલા મૃત્યુ થઇ ગયા છે અને ૧૦,૦૦૦ જેટલા કેસ પોઝીટીવ છે.

મારી દ્રષ્ટીએ દુનિયામાં સૌથી મોટું અને સેવાનું કામ જો કોઈ હોય તો તે છે કોઈની જીંદગી બચાવવી ! આ માહિતી ને શેર કરવી અને બીજાને સમજાવવી એ આપણી સામાજિક જવાબદારી અને કર્તવ્ય ગણી આપ અચૂક શેર કરજો !
whatsapp par aavelu chhe... not My post...
🙏🙏🙏

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...