60 વર્ષીય વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય છે, તેમજ તેમણે LLB સુધીનો અભ્યાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪ માં વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ બન્યા બાદ ખાલી પડેલી રાજકોટ પશ્ચિમની બેઠક પરથી વિજય રુપાણીએ ઝંપલાવ્યું હતું અને ૨૩ હજાર જેટલા મતોથી વિજય થયો હતો.
ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વિજય રૂપાણી આનંદીબહેન સરકારમાં વોટર સપ્લાય મંત્રી, ટ્રાન્સપોર્ટ મંત્રી, લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર બન્યા હતા.
વિજય રૂપાણી સંઘથી જોડાયેલા છે તેમજ ૧૯૭૧ માં તેઓ જનસંઘમાં જોડાયા હતા.
અગાઉ વિજય રૂપાણી રાજકોટના મેયર અને રાજ્યસભાના સાંસદ તરીકેની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે.
વિસનગરમાં જન્મેલા નીતિન પટેલ સૌથી પહેલા વર્ષ ૧૯૮૮ માં કડી નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા, ત્યારબાદ વર્ષ ૧૯૯૦ માં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા ત્યારબાદની વર્ષ ૧૯૯૫ - ૯૭, ૧૯૯૮-૨૦૦૨ સુધી ધારાસભ્ય રહ્યા હતા.
ત્યારબાદ વર્ષ ૨૦૦૨ માં નીતિન પટેલ કડી સીટ પરથી કોંગ્રેસના બળદેવજી ઠાકોર સામે ૬૪૨૯ મતોથી હાર્યા હતા, જો કે વર્ષ ૨૦૦૭ માં તેઓ કડી સીટ પરથી ફરીને જીતીને વાપસી કરી હતી, બાદમાં વર્ષ ૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીમાં કડી વિધાનસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત થઇ જતા તેઓ મહેસાણાથી ચૂંટણી લડ્યા હતા જ્યાં તેઓ કોંગ્રેસના જુના જોગી નટુ પીતાંબર પટેલ સામે 24, 205 મતોથી જીત્યા હતા. બાદમાં ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ કેબિનેટ મીનીસ્ટર પણ બન્યા હતા. આ ઉપરાંત નીતિન પટેલ કડીના સર્વ વિદ્યાલય કેળવણી મંડળના કમિટી મેમ્બર છે, કડીની ભાગ્યોદય હોસ્પિટલ બોર્ડના ઉપપ્રમુખ છે, આ ઉપરાંત સંસ્કાર મંડળ કડી, સ્કુમ સ્કુલ ટ્રસ્ટ- અમદાવાદના જનરલ સેક્રેટરી, વર્ષ ૧૯૭૪ માં કડી તાલુકા નવનિર્માણ કમિટી મેમ્બર હતા, કડીની સીએન આર્ટસ એન્ડ બી.એડ. કોમર્સ કોલેજના ડાયરેક્ટર, કદી એપીએમસી કમિટી મેમ્બર, મહેસાણા ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકના મેમ્બર, પાંજરાપોળ સંસ્થા, કડીના મેમ્બર, ઉપરાંત કડી નગરપાલિકામાં ૧૫ વર્ષ સુધી વિવિધ પદો પર તેમણે સક્રિય ભૂમિકા ભજવી છે. ત્યારે હવે નીતિન પટેલની ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે.