Sep 18, 2016

ડેટા કેબલ દ્વારા એન્ડ્રોઈડ ફોનમાંથી કમ્પ્યુટર/લેપટોપમાં INTERNET કેમ ચલાવશો?




નમસ્તે,
એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનું ઈન્ટરનેટ તમારા કમ્પ્યુટરમાં ચલાવો સહેલાઈથી. અહી તમારા ડેટા કેબલનો ઉપયોગ કરી શકાય છે. WIFI કરતા પણ આ રીત સહેલી પડે છે. તો વાંચો નીચેના સ્ટેપ.

● સ્ટેપ 1 :- સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનને કમ્પ્યુટર/લેપટોપ સાથે ડેટા કેબલથી કનેક્ટ કરો.

● સ્ટેપ 2 :- હવે તમારા ફોનમાં Mobile Hotspot શરૂ કરો. તે Tethering and Mobile Hotspot સેટીંગમાં આવશે.

● સ્ટેપ 3 :- હવે ઉપરના જ ઓપ્શનમાં USB Thetering હશે. તેમાં ટિક કરી તેને on કરો.

● સ્ટેપ 4 :- હવે તમારું ઈન્ટરનેટ કમ્પ્યુટર/લેપટોપમાં વાપરવા માટે તૈયાર છે.

આમ સહેલાઈથી તમે તમારા ફોનનું નેટ વાપરી શકો છો. એ પણ ડેટા કેબલ દ્વારા. યાદ રહે મોબાઈલમાં 3g/4g ડેટા પેક હશે તો જ સારી સ્પીડ આવશે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...