Mar 16, 2023

NPS કર્મચારીઓ એ કપાત અંગે વિકલ્પ આપવા બાબત નાણાં વિભાગ નો આજનો અગત્યનો પરીપત્ર તા.૧૬/૦૩/૨૦૨૩:

 NPS કર્મચારીઓ એ કપાત અંગે વિકલ્પ આપવા બાબત નાણાં વિભાગ નો આજનો અગત્યનો પરીપત્ર તા.૧૬/૦૩/૨૦૨૩: 


પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો.


ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર. જુઓ

 ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર.

▪


*મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,*

*આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.*


ઓજસ પાલનપુરી


▪


*અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,*

*તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?*


અનિલ ચાવડાલ


▪


*તારું કશું ન હોય તો છોડીને આવ તું,*

*તારું જ બધું હોય તો છોડીને બતાવ તું.*


રાજેશ વ્યાસ 'મિસ્કીન'


▪


*આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,*

*અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.*


રાજેશ વ્યાસ 'મિસ્કીન'


▪


*આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,*

*કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.*


રાજેન્દ્ર શુક્લ


▪


*શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,*

*ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!*


અનિલ ચાવડા


▪


*ઘર સુધી તું આવવાની જીદ ન કર,*

*ઘર નથી નહીંતર હું ના પાડું તને?*


ખલીલ ધનતેજવી




▪


*ક્રોધ મારો જોઈને ડરશો નહીં,*

*પુષ્પના ડાઘા કદી પડતા નથી.*


ચિનુ મોદી


▪


*ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,*

*જીભ કચડાય તો દાંત તોડાય કૈ*


અનિલ ચાવડા


▪


*ચિંતા કરવાની મેં છોડી,*

*જેવું પાણી એવી હોડી.*


ભાવેશ ભટ્ટ




▪


*સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,*

*ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.*


અનિલ ચાવડા


▪


*શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?*

*કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.*


જલન માતરી



▪


*જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,*

*જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.*


મરીઝ



▪


*હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,*

*પગરખાં નહીં બસ અભરખા ઉતારો.*


ગૌરાંગ ઠાકર


▪


*જત જણાવવાનું તને કે, છે અજબ વાતાવરણ,*

*એક ક્ષણ તું હોય છ, ને એક ક્ષણ તારું સ્મરણ.*


રાજેન્દ્ર શુક્લ


▪


*તમને સમય નથી, અને મારો સમય નથી,*

*કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.*


બાપુભાઈ ગઢવી


▪


*રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,*

*હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.*


બરકત વિરાણી ‘બેફામ’


▪


*તફાવત એ જ છે,તારા અને મારા વિષે, જાહિદ,*

*વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું*


અમૃત ઘાયલ


▪


*તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,*

*હું કહું છું જિંદગી ધોવાય છે.*

શયદા

અને છેલ્લે...


*ક્યારેક એવું લાગે કે'સંબંધો' બીડી જેવા*

*થઈ ગયા છે,*

*ટાઈમે ફૂંક ના મારોતો ઠરી જાય...*

Mar 11, 2023

રડતા રડતા વાયોલિન વગાડતા નાના બાળકના આ ફોટાને અતિ ભાવાત્મક ફોટાઓમાં વર્ગીકૃત કરાયો છે.

 



"રડતા રડતા વાયોલિન વગાડતા નાના બાળકના આ ફોટાને અતિ ભાવાત્મક ફોટાઓમાં વર્ગીકૃત કરાયો છે.  આ બારેક વર્ષનો બ્રાઝલિયન છોકરો પોતાના પ્રિય શિક્ષકના અંતિમ સંસ્કાર વખતે રડતા રડતા વાયોલિન વગાડી રહ્યો છે.  કેમકે એના શિક્ષકે આ છોકરાને ગરીબી અને અપરાધિક વાતાવરણથી બચાવી એને ભણતો કર્યો હતો.  આ છોકરાના પ્રિય શિક્ષકના મૃત્યુથી આ છોકરામાં કરુણા જાગી અને આ છોકરો રડી પડ્યો...  


અત્યારની સમગ્ર માનવજાત કરુણાના અભાવમાં જીવી રહી છે.  એમાં મારો-તમારો પણ સમાવેશ થઈ જાય છે.  આ છોકરાના શિક્ષકે એને પ્રેમ અને દયા આપી અને એથી બાળક કરુણામય બન્યો.  આ દુનિયાને કરુણામય બનાવવા આપણે વધુ પ્રેમાળ અને દયાવાન બનવું પડશે.  બાળકોમાં પ્રેમ અને દયા પેદા કરવા પડશે."


#ManishNagevadeeya

Mar 7, 2023

ધોરણ 3 થી 8 માં દ્વિતીય સ્ત્રાંત પરીક્ષા અને સમાન સમય પત્રક સાથે સૂચનાઓ.. તા. 3/4/2023 થી તા. 21/4/2023 સુધી.જુઓ

 

*ધોરણ 3 થી 8 માં દ્વિતીય સ્ત્રાંત પરીક્ષા અને સમાન સમય પત્રક સાથે સૂચનાઓ.. તા. 3/4/2023 થી તા. 21/4/2023 સુધી.*



Click here to download and view





ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...