May 10, 2015

General Knowledge Questions for all Competitive Exams :-

: General Knowledge Questions for all Competitive Exams :-

(૧)  શ્રીમદ્ ભાગવત ' કોની રચના છે ?
(અ) કાલિદાસ  (બ) વેદવ્યાસ  (ક) વાલ્મીકી   (ડ) ભવભૂતિ

(૨) પૃથ્વીરાજરાસો' ના રચયિતા કોણ છે ?
(અ) જયદેવ (બ) કલ્યાણ  (ક) ચંદબરદાઈ (ડ)  બાણભટ્ટ

(૩) ક્યા મહાપુરુષનો જન્મ દિવસ 'ડોક્ટર દિવસ' તરીકે ઉજવાય છે ?
(અ) ડૉ.ચંદુભાઈ દેસાઈ (બ) ડૉ.ઝાકિર હુસૈન  (ક) ડૉ.વિધાનચંદ રાય   (ડ) ઉપરમાંથી એકેય નહિ

(૪)વિજ્ઞાન માટેનું પ્રથમ નોબલ પ્રાઈઝ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
(અ)ડૉ.એસ.ચન્દ્રશેખર  (બ)ડૉ.હરગોવિંદ ખુરાના  (ક)વેંકટરમણ રામકૃષ્ણ  (ડ)  ડૉ.સી.વી.રામન

(૫) હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમું પીરાણા તીર્થસ્થાન ક્યા જિલ્લામાં આવેલું છે ?
(અ) જુનાગઢ  (બ) કચ્છ  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ

(૬) કયું જોડકું ખોટું છે ?
(અ) ગદાધર મંદિર - શામળાજી (બ) લકુલીશ મંદિર - કાયાવરોહણ  (ક) બૂટ ભવાની મંદિર - માટેલ  (ડ) સંતરામ મંદિર - નડિયાદ -3

(૭) જખનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
(અ) પોરબંદર    (બ) જામનગર   (ક)જીનાગઢ   (ડ) કચ્છ

(૮) વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે ?
(અ) 64   (બ) 16   (ક) 32  (ડ)  20  

(૯) મૃત્યુ દંડ માફ કરવાની સત્તા કોને છે ?
(અ) સંસદ   (બ)  રાષ્ટ્રપતિ  (ક) વડાપ્રધાન   (ડ) સુપ્રીમ કોર્ટ

(૧૦) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કટોકટીની ઘોષણા કરી શકે ?
(અ) સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ   (બ) સ્વવિવેક મુજબ (ક) રાજ્યસભાના અધ્યક્ષના કહેવા પ્રમાણે  (ડ) પ્રધાનમંત્રીના કહેવા મુજબ

(૧૧) ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો નીચેનામાંથી ક્યા દેશના હોદ્દાને મળતો આવે છે ?
(અ) રશિયાના રાષ્ટ્રપતિ  (બ) બ્રિટનના સમ્રાટથી  (ક) અમેરિકાના રાષ્ટ્રપતિ   (ડ)શ્રીલંકાના રાષ્ટ્રપતિ

(૧૨) સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી ?
(અ) મનોરજન કર (બ)  જંગલ   (ક) શ્રમ-કલ્યાણ   (ડ) શિક્ષા

(૧૩) ઈ.સ.1893 માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
(અ) વીરચંદ રાઘવજી ગાંધી  (બ) ફુલચંદ કસ્તુરચંદ શાહ   (ક) જિન વિજયજી   (ડ) પંડિત સુખલાલજી

(૧૪) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
(અ) વડનગર  (બ) રાજકોટ   (ક) જુનાગઢ  (ડ) મોઢેરા

(૧૫) જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીનો જન્મ ક્યાં થયો હતો ?
(અ) સુરત (બ) માંડવી  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ

(૧૬) કયું જોડકું ખોટું છે ?
(અ)દુલા ભાયા કાગ - સુગમ સંગીત   (બ) કાનજી ભુટા બારોટ -લોકવાર્તા  (ક) વિઠ્ઠલદાસ બાપોદરા- હવેલી સંગીત (ડ)  પીંગલશી ગઢવી - લોકસાહિત્ય

(૧૭) વિશિષ્ટાદ્રૈત' ના પ્રણેતા ..........
(અ) રામાનંદ (બ) વલ્લભાચાર્ય (ક) રામનુંજાચાર્ય (ડ) ચૈતન્ય મહાપ્રભુ

(૧૮) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આધ સ્થાપક કોણ હતા ?
(અ) શ્રી ગણેશ માવળંકર   (બ) શ્રી કેશવરાવ હેડગેવાર   (ક) ઇન્દુલાલ યાજ્ઞિક  (ડ) લોકમાન્ય તિળક

(૧૯) ક્યા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને 'સરદાર નું બિરુદ મળ્યું' ?
(અ) ચંપારણ   (બ) અમદાવાદ  (ક)  બારડોલી  (ડ) બોરસદ

(૨૦) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પથમ પ્રમુખ કોણ હતા ?
(અ) ગોપાલકૃષ્ણગોખલે  (બ) એ.ઓ.હ્યુમ   (ક) ગાંધીજી  (ડ) વ્યોમેશચંદ્ર બેનજીર  

(૨૧) પાણીપતનું પહેલું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?
(અ) 1453   (બ) 1501   (ક) 1526  (ડ) 1757

(૨૨) આર્યસમાજ ના સ્થાપક કોણ હતા ?
(અ) સ્વામી દયાનંદ (બ) સ્વામી વિવેકાનંદ   (ક) સ્વામી આનંદ  (ડ) ડૉ.આત્મારામ પાંડુરંગ

(૨૩) કોને 'સ્થાનિક સ્વરાજ્યનો પિતા' કહે છે ?
(અ) લોર્ડ મેયો  (બ) લોર્ડ કેનિંગ   (ક) લોર્ડ લીટન  (ડ) લોર્ડ રિપન

(૨૪) ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ કોના સમય મા ભારતમાં આવ્યો હતો ?
(અ) વિક્રમાદિત્ય  (બ) હર્ષવર્ધન   (ક) મિનેન્દર   (ડ) સ્કંદગુપ્ત

(૨૫)ભારતની પ્રથમ મુસ્લિમ રાજ્યકર્તા સ્ત્રી કોણ છે ?
(અ) નૂરજહાં  (બ) જહાંઆરા  (ક) રઝીયા બેગમ   (ડ) ગુલબદન
 
પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોના CCC ર્સિટફિકેટ ચકાસાશે.

પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોના CCC ર્સિટફિકેટ ચકાસાશે.

          સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોએ સીસીસી પરીક્ષા પાસના સર્ટીના આધારે ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ બઢતીના લાભો લીધા છે. આવા શિક્ષકોના સીસીસી પાસના પ્રમાણપત્રોની ચકાસણી કરવાના આદેશો રાજ્યના શિક્ષણ વિભાગે કરતા શિક્ષણ આલમમાં હડકંપ મચી જવા પામ્યો છે. નકલી સીસીસી પ્રમાણપત્રવાળા શિક્ષકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સીસીસી અને સીસીસી પ્લસ પાસ નહી કરનાર સરકારી કર્મચારીઓને બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણના લાભોથી વંચિત રાખવામાં આવે છે. સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા પાસ માટેના રાજ્ય સરકારના કડક નિયમોને પગલે નકલી પ્રમાણપત્રોનો રાફડો ફાટયો છે. જેમાં રાજ્યના અમુક જિલ્લાઓમાંથી નકલી સીસીસી અને સીસીસી પ્લસ સર્ટીના આધારે સરકારી લાભો લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
સીસીસી અને સીસીસી પ્લસના નકલી પ્રમાણપત્રોના આધારે સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો અને આચાર્યોએ ઉચ્ચત્તર અને બઢતીના લાભો લીધા છે કે નહી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને તાબાના શિક્ષકોના સીસીસી પાસના પ્રમાણપત્રની ચકાસણી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. ઉપરાંત સીસીસી સર્ટી નકલી છે કે અસલી છે તેની જાણકારી સરળતાથી મળી શકે તે માટે રાજ્ય સરકારના સ્પિપા દ્વારા સ્પેશ્યિલ વેબસાઇટ બનાવી છે. વેબસાઇટમાં દર્શાવેલ અને માન્ય સંસ્થાનું સીસીસી પરીક્ષા પાસનું પ્રમાણપત્ર શિક્ષક અને આચાર્યએ રજૂ કર્યું છે કે નહી તેની ચકાસણી કરવામાં આવશે. ચકાસણીમાં સીસીસી પરીક્ષા પાસનું નકલી પ્રમાણપત્ર રજૂ કરીને ઉચ્ચત્તર પગાર ધોરણ અને બઢતીનો લાભ લીધો હશે તો આવા શિક્ષકો અને આચાર્યોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એસ.આર.પી. અને પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ સીસીસી પરીક્ષા પાસના નકલી સર્ટીઓ રજૂ કરીને નોકરી અને ઉચ્ચત્તર પગારધોરણન સહિતના લાભો લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે શિક્ષણ વિભાગ દ્વરા કાળજી લેવામાં આવી રહી છે.

Gujcet exam -May-2015 Result babat ni board ni press note & Answer key

Gujcet exam -May-2015 Result babat ni board ni press note & Answer key

BLO MATE VACATION MA KAREL KAM NI VALTAR RAJA NI GANATRI KARVA MATENI FORMULA

BLO MATE VACATION MA KAREL KAM NI VALTAR RAJA NI GANATRI KARVA MATENI FORMULA

May 9, 2015

15,000થી વધુ શિક્ષકોની ઊંઘ હરામ થઈ ગઈ છે ! જૂન-98 પછી ભરતી થયેલા શિક્ષકોને છૂટા કરવાના શિક્ષણ કમિશનરના પરિપત્રથી શિક્ષક પરિવારોમાં ભારે ચિંતા.

15,000થી વધુ શિક્ષકોની ઊંઘ હરામ થઈ ગઈ છે ! જૂન-98 પછી ભરતી થયેલા શિક્ષકોને છૂટા કરવાના શિક્ષણ કમિશનરના પરિપત્રથી શિક્ષક પરિવારોમાં ભારે ચિંતા.

(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 7 : ગુજરાતની સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા 15 હજારથી વધુ શિક્ષકોની ઉંઘ હરામ કરતા શિક્ષણ કમિશનર કચેરીના પરિપત્રથી શિક્ષક સમાજમાં ઘેરી ચિંતાની લાગણી ફેલાણી છે. હજારો શિક્ષક પરિવારના વેકેશન બગડી ગયા છે.
ગુજરાત સરકારે 30-6-98 સુધીમાં ભરતી થયેલા શિક્ષકોને રક્ષણ આપવાનું જાહેર કર્યું છે. સામાન્ય રીતે દર ચાર-પાંચ વર્ષે સરકાર સમિક્ષા કરી શિક્ષકોના રક્ષણની મુદત વધારતી હતી. આ પહેલા તા. 15-6-94 સુધી ભરતી થયેલા શિક્ષકોને રક્ષણ આપેલું પછી હાલના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિક્ષણમંત્રી હતા એ વખતે 30-6-98 સુધીની ભરતીના શિક્ષકોને રક્ષણ અપાયું. કમનસીબે આ પછી 17-17 વરસ સુધી શિક્ષકોને રક્ષણ વધારવા કોઈ નિર્ણય લેવાયો નથી.  આને પરિણામે 10, 15 કે 17 વર્ષના જૂના-અનુભવી શિક્ષકોની નોકરી પર કાયમ લટકતી તલવાર રહે છે. આ શિક્ષકોનો વર્ષોનો અવિરત પરિશ્રમ-સેવાયજ્ઞ પાણીમાં જેવી હાલત છે.
આ માટે સરકારની નીતિ કારણભૂત ગણાવાય છે. ધોરણ 8મું પ્રાથમિકમાં જવાથી રાજ્ય સરકારે વર્ગ સંખ્યા 50ને બદલે 60 કરી અને જે શિક્ષકો છે તેને ફાજલ ગણવાના નથી, બધા શિક્ષકો રક્ષિત છે, એવું જાહેર કરેલું. શિક્ષણ બોર્ડમાં છેલ્લે 6-11-2009ના રોજ શિક્ષકોના ઇન્ટરવ્યુ ચાલતા હતા એ છેલ્લા બની રહ્યા ત્યારે બોર્ડની ચૂંટણીનું જાહેરનામું આવી જતાં આચારસંહિતા અમલી બનતા એ ઇન્ટરવ્યુ સ્થગિત કરાયા તા. 23-2-10ના રોજ બોર્ડની નવી બોડી આવી પરંતુ તા. 26-2-2010ના રોજ સરકારે ધારાસભામાં ખરડો લાવી બોર્ડ પાસેથી ભરતીના પાવર લઈ લીધા. 8મું ધોરણ પ્રાથમિકમાં જવાથી જે ફાજલ થયા તેને પ્રાથમિકમાં સમાવાયા અને છેલ્લી ભરતી તા. 6-11-2009 સુધીના શિક્ષકો રક્ષિત ગણાવાનું નક્કી થયું હતું.
પરંતુ સરકારે મૂળભૂત હક્ક આપ્યો એ જળવાતો નથી. 2006 પછીના જુનિયર ફાજલ થાય છે અને સિનિયરને ઘેરે જવું પડે એવી પરિસ્થિતિ છે.
આમ 98 પછીના શિક્ષકો ઉપર સતત લટકતી તલવાર રહે છે તેની અસર શિક્ષણ કાર્ય પર પણ થાય છે.
શિક્ષણ સંકલન સમિતિએ આ અંગે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી છે. મુખ્યપ્રધાનની સત્તાવાર મુલાકાત માગતો પત્ર આપ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રીને વિનંતી પત્ર લખીને જણાવ્યું છે કે, સરકારની નીતિને કારણે શિક્ષકોને ફાજલ થવું પડે છે, પરિણામે છૂટા થવું પડે છે. 15-17 વર્ષના અનુભવી શિક્ષકોને આ રીતે છૂટા થવું પડે એ જરાય યોગ્ય ગણાય નહીં. આ શિક્ષકોના સંતાનો, પરિવારજનોને ધ્યાનમાં રાખીને તા. 30-6-98 પછી તા. 25-2-11 સુધી નીમાયેલા શિક્ષકોને તાકીદે રક્ષણ આપવું જોઈએ. 98 પછી એટલે કે 17-17 વર્ષથી શિક્ષકોને રક્ષણ અપાયું નથી. શિક્ષકો સરકારના તમામ કાર્યક્રમોમાં સાથ, સહકાર આપે છે ત્યારે સરકારે ત્વરિત માગણી સ્વીકારીને શિક્ષકોને અભય-નિર્ભય બનાવવા જોઈએ.
ઠરાવ મહત્વના કે પરિપત્ર ? : ડો. કોરાટ
શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટ માને છે કે, કમિશનરના પરિપત્ર કરતા સરકારનો ઠરાવ વધુ મહત્વનો હોય છે, આથી શિક્ષકોએ ગભરાવવાની જરૂર નથી. શિક્ષણ કમિશનર કચેરીના સંયુક્ત નિયામક દેસાઈએ 30-6-98 પછીના શિક્ષકોને રક્ષણ નહીં મળે એ મતલબનો પરિપત્ર કર્યો છે. કમિશનરે માત્ર અમલવારી અધિકારી છે. સરકારે ધારાસભામાં જે ઠરાવ કર્યો છે તેની ઉપરવટ તેઓ કોઈ નિર્ણય કરી શકે નહીં. કાયદો નથી બદલ્યો, ઠરાવો ઉભા જ છે. આથી શિક્ષણ વિભાગના ઠરાવોને સુસંગત હોય તેવા બધાય રક્ષિત છે. આ અંગેની વ્યવસ્થિત રજૂઆત સરકારમાં શિક્ષકોએ કરવી જોઈએ.

General Knowledge Questions for all Competitive Exams.

General Knowledge Questions for all Competitive Exams.

(૧)  શ્રીમદ્ ભાગવત ' કોની રચના છે ?
(અ) કાલિદાસ  (બ) વેદવ્યાસ  (ક) વાલ્મીકી   (ડ) ભવભૂતિ

➡ બ 

(૨) પૃથ્વીરાજરાસો' ના રચયિતા કોણ છે ?
(અ) જયદેવ (બ) કલ્યાણ  (ક) ચંદબરદાઈ (ડ)  બાણભટ્ટ

➡ ક

(૩) ક્યા મહાપુરુષનો જન્મ દિવસ 'ડોક્ટર દિવસ' તરીકે ઉજવાય છે ?
(અ) ડૉ.ચંદુભાઈ દેસાઈ (બ) ડૉ.ઝાકિર હુસૈન  (ક) ડૉ.વિધાનચંદ રાય   (ડ) ઉપરમાંથી એકેય નહિ

➡ક

(૪)વિજ્ઞાન માટેનું પ્રથમ નોબલ પ્રાઈઝ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
(અ)ડૉ.એસ.ચન્દ્રશેખર  (બ)ડૉ.હરગોવિંદ ખુરાના  (ક)વેંકટરમણ રામકૃષ્ણ  (ડ)  ડૉ.સી.વી.રામન

🌿 ડ

(૫) હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમું પીરાણા તીર્થસ્થાન ક્યા જિલ્લામાં આવેલું છે ?
(અ) જુનાગઢ  (બ) કચ્છ  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ

♻ ડ

(૬) કયું જોડકું ખોટું છે ?
(અ) ગદાધર મંદિર - શામળાજી (બ) લકુલીશ મંદિર - કાયાવરોહણ  (ક) બૂટ ભવાની મંદિર - માટેલ  (ડ) સંતરામ મંદિર - નડિયાદ -3

🍀 ક

(૭) જખનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
(અ) પોરબંદર    (બ) જામનગર   (ક)જીનાગઢ   (ડ) કચ્છ

🌾ડ

(૮) વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે ?
(અ) 64   (બ) 16   (ક) 32  (ડ)  20  

💠 અ

(૯) મૃત્યુ દંડ માફ કરવાની સત્તા કોને છે ?
(અ) સંસદ   (બ)  રાષ્ટ્રપતિ  (ક) વડાપ્રધાન   (ડ) સુપ્રીમ કોર્ટ

💠 બ

(૧૦) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કટોકટીની ઘોષણા કરી શકે ?
(અ) સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ   (બ) સ્વવિવેક મુજબ (ક) રાજ્યસભાના અધ્યક્ષના કહેવા પ્રમાણે  (ડ) પ્રધાનમંત્રીના કહેવા મુજબ

🌾અ

(૧૧) ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો નીચેનામાંથી ક્યા દેશના હોદ્દાને મળતો આવે છે ?
(અ) રશિયાના રાષ્ટ્રપતિ  (બ) બ્રિટનના સમ્રાટથી  (ક) અમેરિકાના રાષ્ટ્રપતિ   (ડ)શ્રીલંકાના રાષ્ટ્રપતિ

☀બ

(૧૨) સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી ?
(અ) મનોરજન કર (બ)  જંગલ   (ક) શ્રમ-કલ્યાણ   (ડ) શિક્ષા

🌏 અ

(૧૩) ઈ.સ.1893 માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
(અ) વીરચંદ રાઘવજી ગાંધી  (બ) ફુલચંદ કસ્તુરચંદ શાહ   (ક) જિન વિજયજી   (ડ) પંડિત સુખલાલજી

🌿 અ

(૧૪) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
(અ) વડનગર  (બ) રાજકોટ   (ક) જુનાગઢ  (ડ) મોઢેરા

🌕 ડ

(૧૫) જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીનો જન્મ ક્યાં થયો હતો ?
(અ) સુરત (બ) માંડવી  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ

💥 બ

(૧૬) કયું જોડકું ખોટું છે ?
(અ)દુલા ભાયા કાગ - સુગમ સંગીત   (બ) કાનજી ભુટા બારોટ -લોકવાર્તા  (ક) વિઠ્ઠલદાસ બાપોદરા- હવેલી સંગીત (ડ)  પીંગલશી ગઢવી - લોકસાહિત્ય

🌾 અ

(૧૭) વિશિષ્ટાદ્રૈત' ના પ્રણેતા ..........
(અ) રામાનંદ (બ) વલ્લભાચાર્ય (ક) રામનુંજાચાર્ય (ડ) ચૈતન્ય મહાપ્રભુ

✴ ક

(૧૮) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આધ સ્થાપક કોણ હતા ?
(અ) શ્રી ગણેશ માવળંકર   (બ) શ્રી કેશવરાવ હેડગેવાર   (ક) ઇન્દુલાલ યાજ્ઞિક  (ડ) લોકમાન્ય તિળક

🌕 બ

(૧૯) ક્યા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને 'સરદાર નું બિરુદ મળ્યું' ?
(અ) ચંપારણ   (બ) અમદાવાદ  (ક)  બારડોલી  (ડ) બોરસદ

🌾ક

(૨૦) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પથમ પ્રમુખ કોણ હતા ?
(અ) ગોપાલકૃષ્ણગોખલે  (બ) એ.ઓ.હ્યુમ   (ક) ગાંધીજી  (ડ) વ્યોમેશચંદ્ર બેનજીર  

💠 ડ

(૨૧) પાણીપતનું પહેલું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?
(અ) 1453   (બ) 1501   (ક) 1526  (ડ) 1757

➡ ક

(૨૨) આર્યસમાજ ના સ્થાપક કોણ હતા ?
(અ) સ્વામી દયાનંદ (બ) સ્વામી વિવેકાનંદ   (ક) સ્વામી આનંદ  (ડ) ડૉ.આત્મારામ પાંડુરંગ

➡ અ

(૨૩) કોને 'સ્થાનિક સ્વરાજ્યનો પિતા' કહે છે ?
(અ) લોર્ડ મેયો  (બ) લોર્ડ કેનિંગ   (ક) લોર્ડ લીટન  (ડ) લોર્ડ રિપન

➡ ક

(૨૪) ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ કોના સમય મા ભારતમાં આવ્યો હતો ?
(અ) વિક્રમાદિત્ય  (બ) હર્ષવર્ધન   (ક) મિનેન્દર   (ડ) સ્કંદગુપ્ત

🍀બ

(૨૫)ભારતની પ્રથમ મુસ્લિમ રાજ્યકર્તા સ્ત્રી કોણ છે ?
(અ) નૂરજહાં  (બ) જહાંઆરા  (ક) રઝીયા બેગમ   (ડ) ગુલબદન

♻ ક

🌷🌸🌷🌸🌷🌸🌷🌸🌸🌸

ONLINE TEACHER'S TRANSFER BABAT MAHITI MOKLVA BABAT PARIPATRA.

  ONLINE TEACHER'S TRANSFER BABAT MAHITI MOKLVA BABAT PARIPATRA.

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...